બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસના ચેપના ખતરોને ધ્યાનમાં લઇને તાઇવાનમાં ટીવી સીરીયલમાં કિસીંગ સીનના શૂટિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કલાકારોને શૂટિંગ દરમિયાન બહુ નજીક આવીને વાતચીત પણ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT
તાઇવાનમાં ટીવી પર રજૂ કરવામાં આવતી સીરીયલ ગોલ્ડલ સિટીમાં અભિનેત્રી મિયા ચિઉ (Mia Chiu) અને અભિનેતા જૂન ફૂ (Jun Fu) વચ્ચે ઘણા બધાં કિસીંગ સીન બતાવામાં આવે છે. આ બંને સિરિયલના કલાકારો લાંબા સમય સુધીના કિસીંગ સિન અત્યાર સુધીમાં આપી ચૂક્યાં છે, પરંતુ હવે કોરોના વાયરસના ભયના કારણે આવી કરી શકશે નહીં.

ADVERTISEMENT
અભિનેત્રી ચિઉ એ જણાવ્યું કે કોરોના ચેપને રોકવા માટે આ પ્રકારની સાવચેતી રાખવાથી તેઓ ખુશ છે. અભિનેત્રીએ કહ્યું કે સીનને પૂર્ણ કરવા માટે લાઇક કિસીંગ સીન પણ પર્યાપ્ત હોય છે. ઇર્સ્ટર્ન બ્રોડકાસ્ટિંગ કંપનીની ટીવી સિરિયલ સ્વીટ ફેમિલી એ પણ અભિનેતા કિંગોન વાંગને પણ એવા સીન ટાળવા માટે જણાવામાં આવ્યું છે.
તાઇવાનના નાના પડદા સાથે જોડાયેલા કલાકારો ભીડભાડવાળી જગ્યા પર વધારે પડતાં ઇન્ટીમેટ દ્રશ્ય ફિલ્માંકન કરવાથી બચી રહ્યા છે. તે સિવાય ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલ સભ્યો પણ માસ્ક લગાવીને રહેવા જણવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.