બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સતત 6 વર્ષના બ્રેક બાદ સાઉથની ફિલ્મોમાં તબ્બૂ કરશે કમબેક, દેખાશે આ ફિલ્મમાં
Last Updated: 05:04 PM, 23 March 2026
તબ્બૂ બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયર દરમિયાન વિવિધ રોલ ભજવીને પોતાની મજબૂત અભિનય ક્ષમતા સાબિત કરી છે. અભિનેત્રી હવે ઘણા વર્ષો પછી દક્ષિણ ભારતીય સિનેમામાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આનાથી તેના દક્ષિણ ભારતીય ચાહકો ખુશ થયા છે. મળતી માહિતી મુજબ, તબ્બુ લાંબા વિરામ પછી એક નવા પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે દક્ષિણ ભારતીય સિનેમામાં વાપસી કરશે. આ તેની તે ઇન્ડસ્ટ્રીમાં વાપસી દર્શાવે છે જ્યાં તેણે પહેલી વાર પોતાની ઓળખ બનાવી હતી.
ADVERTISEMENT
6 વર્ષ બાદ સાઉથ સિનેમામાં કરશે કમબેક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તબ્બૂ ફિલ્મ નિર્માતા પુરી જગન્નાથની આગામી એક્શન થ્રિલર "સ્લમડોગ 33: ટેમ્પલ રોડ" માં જોવા મળશે. વિજય સેતુપતિ અને સંયુક્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે અને આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. આ પ્રોજેક્ટ તબ્બૂના સાઉથ સિનેમામાં વાપસી થઇ રહી છે, જે છેલ્લે છ વર્ષ પહેલાં "અલા વૈકુંઠપુરમુલુ" માં જોવા મળી હતી.
ADVERTISEMENT

તબ્બૂએ ફિલ્મ જગતમાં બનાવી પોતાની ઓળખ
ADVERTISEMENT
તબ્બૂનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે, તેણે હિન્દી અને પ્રાદેશિક સિનેમામાં શાનદાર કારકિર્દી બનાવી છે. ઊંડા અને અસામાન્ય ભૂમિકાઓ પસંદ કરવા માટે જાણીતી તબ્બૂએ સતત મેનસ્ટ્રીમની સફળતાને વિવેચકો દ્વારા વખાણાયેલી અભિનય સાથે સંતુલન બનાવી રાખ્યુ છે. તેણે "હમ નૌજવાન" માં એક નાની ભૂમિકાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તેલુગુ ફિલ્મ "કુલી નંબર 1" માં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ વર્લ્ડવાઇડ 700 કરોડને પાર, માત્ર 4 જ દિવસમાં KGF 2 ને પછાડી ધુરંધર 2એ તોડ્યો રેકોર્ડ
ADVERTISEMENT
વર્ષોથી, તેણે માચીસ, ચાંદની બાર, હૈદર, અંધાધુન અને દ્રશ્યમ 2 જેવી ફિલ્મોમાં યાદગાર પર્ફોર્મન્સ આપ્યુ છે. તેણે પોતાના અભિનયથી અનેક અવોર્ડ મેળવ્યા છે, જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને અનેક ફિલ્મફેર અવોર્ડ સામેલ છે. 2011 માં તેણે ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.