બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / sushant singh case ncb deepika padukone shardha kapoor sara ali khan bollywood actress drugs connection

ઘટસ્ફોટ / ખુલાસો : સુશાંત કેસનો રેલો દિપીકા સુધી પહોંચ્યો, આ પુરાવાના આધારે મળી શકે સમન્સ

Published By: Dharmishtha

Last Updated: 08:37 PM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ તપાસમાં વધુ એક અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. રાકુલ પ્રિત, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર બાદ વધુ એકે ખ્યાતનામ અભિનેત્રી દિપીકા પદૂકોણનું નામ પણ ખુલ્યુ છે. રિયાએ પુછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. એનસીબી તેને સમન્સ મોકલી શકે છે.

  • અભિનેત્રી દિપીકા પાદુકોણનુ નામ પણ આવ્યું સામે 
  • NCB દિપીકાને પણ મોકલી શકે છે સમન્સ
  • દિપીકા અને કરિશ્મા વચ્ચેની ચેટમાં થયો ખુલાસો

રીયા ચક્રવર્તિની પુછપરછ બાદ અભિનેત્રીઓના નામ ખુલ્યા છે.  અભિનેત્રી દિપીકા પાદુકોણનુ નામ પણ સામે આવ્યું છે.  NCB દિપીકાને પણ સમન્સ મોકલી  શકે છે. દિપીકા અને કરિશ્મા વચ્ચેની ચેટમાં ખુલાસો થયો છે. 

બન્નેની ચેટમાં ડ્રગ્સ અંગે ખુલાસો થઈ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે NCB એ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ આ અઠવાડિયામાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાટાઅને રકુલ પ્રિતને નોટિસ પાઠવશે. આ ચાર અભિનેત્રીઓને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. સૂત્રોની એ આપેલી જાણકારી પ્રમાણે NCB નો દાવો છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ ચાર અભિનેત્રીઓનું નામ લીધું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ મુંબઇ સ્થિત રાહિલ વિશ્રામ નામના ડ્રગ પેડલરને NCB એ પકડ્યો હતો અને હવે તેની ગેંગની શોધ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રિયાએ કહ્યું હતું કે સુશાંત તેને મળતા પહેલા થી જ ગાંજાનું સેવન કરતો હતો. તેણે જણાવ્યું કે ફિલ્મ કેદારનાથ ના શૂટિંગ પર તેણે વધુ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાંજા થી વધુ ભૂખ લાગે છે અને ફિલ્મ કેદારનાથ ના શૂટિંગ પછી સુશાંત અને સારાનું વજન વધી ગયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone NCB sushant singh case દિપીકા પદુકોણ સુશાંત સિંહ રાજપુત sushant singh case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ