બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav becomes no.1 T20I batter in the latest ICC T20I ranking.
ADVERTISEMENT
ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સૂર્ય કુમાર યાદવ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે ICC દ્વારા જાહેર કરવામાં આવતા રેન્કિંગના આંકડામાં પણ સૂર્યાનો દબદબો જોવા મળી રહ્યો છે.
Suryakumar Yadav becomes no.1 T20I batter in the latest ICC T20I ranking.
— ANI (@ANI) November 2, 2022
(File Pic) pic.twitter.com/08QYObG7RS
ADVERTISEMENT
પાકિસ્તાની ખેલાડી પછડાયો
વર્લ્ડ કપની વચ્ચે જ ભારત માટે સારા સમાચાર કહી શકાય સૂર્યકુમારે કમાલ કર્યો છે. ICC ટી-20 રેન્કિગમાં સૂર્યકુમાર નંબર વન બલ્લેબાજ બની ગયો છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડી યાદવે આ સિદ્ધિ હાંસલ કરી છે.
ADVERTISEMENT

ટી-20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવના પોઇન્ટ વધીને 863 થઈ ગયા છે જ્યારે રિઝવાનના પોઈન્ટ 842 છે. સૂર્યા અત્યારે ખૂબ જ સારી ફોર્મમાં પણ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
ત્રણ મેચમાં 134 રન
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા તરફથી વર્લ્ડ કપ 2022માં સૌથી વધારે રન બનાવનાર બલ્લેબાજના લિસ્ટમાં વિરાટ કોહલી બાદ સૂર્યાનો બીજો નંબર આવે છે. ટી 20 વર્લ્ડ કપની શરૂઆતની ત્રણ જ મેચમાં સૂર્ય કુમાર યાદવે 134 રન ફટકાર્યા જેમઆઆ પાકિસ્તાન સામે 15, નેધરલેન્ડ સામે 51 જ્યારે સાઉથ આફ્રિકા સામે 68 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT
હાર્દિક પંડયા ત્રીજા સ્થાને
જોકે બોલર્સમાં ટોપ 10માં પણ ભારતના કોઈ ખેલાડીનું નામ આવતું નથી, ઓલરાઉન્ડર્સમાં સ્ટાર ગુજરાતી પ્લેયર હાર્દિક પંડ્યા નંબર 3 પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.