બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / સુરતના સમાચાર / Surat doctors done operation on Bihar girl without taking a single rupee see what Sonu Sood said

મદદ / VIDEO: એક રૂપિયો લીધા વિના સુરતના ડૉક્ટર્સે બિહારની બાળકીનું કર્યું જટિલ ઓપરેશન, સોનુ સૂદે જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 05:58 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની બાળકીનું ઓપરેશન કરી તેને નવજીવન આપવા બદલ સુરતની કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયો લીધો ન હતો.

  • બિહારની બાળકીને સુરતમાં મળ્યું નવજીવન 
  • સોનુ સૂદે કરી હતી મદદ 
  • હોસ્પિટલે એક પણ રૂપિયો લીધા વગર કરી સર્જરી 

અભિનેતા સોનુ સુદ સેવાના કાર્યો કરવાને લઈને જાણીતા છે. અભિનેતાએ કોરોના કાળમાં લાખો લોકોની મદદ કરી હતી. તેમના સેવાના કામો હજી પણ ચાલું છે. બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામમાં રહેતી અઢી વર્ષની ચહુંમુખી કુમારી 4 હાથ અને 4 પગ લઇને જન્મી હતી. હાલમાં જ સોનુ સૂદ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં એક બાળકીને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. 

 

હોસ્પિટલે નથી લીધો એક પણ રૂપિયો 
કિરણ હોસ્પિટલ દ્વારા બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. સોનુ સુદ ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવામાં આવી હતી પરંતુ સુરત કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયાનો ખર્ચ લીધા વગર મફતમાં જટિલ ઓપરેશન પાર પાડ્યું. આ ઓપરેશનમાં અંદાજે 10થી 15 લાખનો ખર્ચ થાય છે. 

30મેના રોજ બાળકીને સુરત લાવવામાં આવી હતી 
બાળકીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી. બાળકીનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે કિરણ હોસ્પિટલના ડોક્ટરો સાથે વર્ચ્યુલી જોડાઈ આભાર વ્યક્ત કર્યો હતો. સોનુ સૂદે જણાવ્યું હતું કે કોઈ ડોક્ટર આગળ આવ્યા ન હતા. દરમિયાન કિરણ હોસ્પિટલે આગળ આવી બાળકીની તકલીફ દૂર કરી નવુ જીવન આપ્યું છે. 

7 કલાક સુધી ચાલી 
સૌર પંચાયતના મુખીયા ગુડિયા દેવીના પતિ દિલીપ રાઉત બાળકી અને તેમના પરિવારને 30 મેએ મુંબઈ લઈ જવા નીકળ્યા હતા. મુંબઈ પહેંચવા પર સોનુ સૂદે બાળકી સાથે મુલાકાત કરી અને તેને સારવાર માટે સૂરત મોકલી. સૂરતમાં એક્સપર્ટ ડોક્ટરોની એક ટીમે બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યાર બાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં બાળકની સફળ સર્જરી કરી હતી. 

સર્જરી બાદ બાળકીને ન મળી શક્યા સોનુ સૂદ 
વ્યસ્તતાના કારણે સોનુ સૂદ સર્જરી બાદ બાળકેને જોવા માટે હોસ્પિટલ ન પહોંચી શક્યા. પરંતુ હોસ્પિટલની ટીમ સાથે વર્ચુઅલી જોડાઈને સોનુ સૂદે આભાર માન્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar girl Sonu Sood doctors kiran hospital surat સુરત કિરણ હોસ્પિટલ સોનુ સૂદ Sonu sood help
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ