બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / મુંબઈ / સુરત / Surat Diamond Bourse : Mumbai merchants are shifting back to surat for diamond business

ગુજરાત / 3400 કરોડનાં ખર્ચે સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસ હબ! વેપારીઓને મળશે અઢળક સુવિધા

Vaidehi

Last Updated: 05:25 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂરતનાં ડાયમંડ વેપારીઓએ આશરે 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે દુનિયાનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસ હબ તૈયાર કર્યો છે. હવે મુંબઈની જગ્યાએ સૂરતથી જ ડાયમંડનો નિકાસ દેશ-વિદેશમાં કરવામાં આવશે.

  • સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ
  • મુંબઈથી ડાયમંડ વેપારીઓ સૂરત શિફ્ટ થઈ રહ્યાં છે
  • 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે બિલ્ડિંગ

સૂરત ડાયમંડ બુર્સ:મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સૂરતનાં ડાયમંડ વેપારીઓએ મુંબઈમાં પોતાની અલગથી ઓફિસ લેવી પડતી હતી. જેની મદદથી સૂરતમાં ઘડવામાં આવેલા ડાયમંડ મુંબઈથી દુનિયાનાં અલગ-અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતાં હતાં.સૂરતનાં ડાયમંડ વેપારીઓએ આશરે 3400 કરોડ રૂપિયાનાં ખર્ચે દુનિયાનો સૌથી મોટો ડાયમંડ બિઝનેસ હબ તૈયાર કર્યો છે.

Surat Diamond Bourse

સૂરત ડાયમંડ બુર્સ
દુનિયાનાં સૌથી મોટા ડાયમંડ હબને- સૂરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) નામ આપવામાં આવ્યું છે. આ હબને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગનું શીર્ષક પણ મળી ચૂક્યું છે. પહેલા આ શીર્ષક પેંટાગન બિલ્ડિંગ પાસે હતું. સૂરતમાં બનેલ સૂરત ડાયમંડ બુર્સનાં કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને ટેક્સ સ્વરૂપે મોટું નુક્સાન થઈ શકે છે કારણકે મુંબઈમાં વસેલા ગુજરાતી ડાયમંડ વેપારીઓ પોતાનો બિઝનેસ સમેટીને સૂરત તરફ વળી રહ્યાં છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની સુવિધા શરૂ
વર્ષોથી સૂરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સૂરત સિટીની ડાયમંડ ફેક્ટ્રીઓમાં કોતરવામાં આવેલા ડાયમંડનો નિકાસ દેશ અને દુનિયાનાં અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવે છે. અને એ માટે મુંબઈની મદદ લેવામાં આવે છે. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને લીધે સૂરતનાં ડાયમંડ વેપારીઓને મુંબઈમાં પોતાની અલગ ઓફીસ ખોલવી પડતી હતી પણ હવે આ હબને કારણ આ બિઝનેસ સાથે જોડાયેલા લાખો લોકોની મુશ્કેલી હવે દૂર થઈ છે. કારણકે હવે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે, જેથી સુરતના હીરાના વેપારીઓ હવે મુંબઈને બદલે સુરતથી જ દુનિયાભરમાં તેમનો હીરાનો વ્યવસાય કરી શકશે.

3400 કરોડનાં ખર્ચે આ હબ તૈયાર 
સૂરત ડાયમંડ એસોસિએશનનાં પૂર્વ અધ્યક્ષ અને સૂરત ડાયમંડ બુર્સ કમિટીનાં સદસ્ય દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે સરકાર દ્વારા સૂરતનાં ખજોદ વિસ્તારમાં ઘોષિત કરવામાં આવેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટની 67 લાખ વર્ગ ફુટની જમીન પર 14-14 માળનાં 9 ટાવર તૈયાર કરવામાં આવ્યાં છે. આ ટાવરમાં અલગ-અલગ ડાયમંડ કંપનીઓની 4300 ઓફિસ છે. આ ઓફિસની બિલ્ડિંગ્સ તૈયાર થવાથી પહેલા જ ડાયમંડ વેપારીઓએ ઓફિસ ખરીદી લીધી હતી. આશરે 3400 કરોડનાં ખર્ચે આ હબ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારની પાસથી માર્કેટ વેલ્યૂથી પણ વધારે કિંમત આપીને ડાયમંડ વેપારીઓએ આ જમીન ખરીદી હતી જેથી સૂરત અને મુંબઈનાં ડાયમંડ વેપારીઓ એક છતની નીચે આવી શકે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ