બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Supreme Court's initiative: Words like prostitute-mistress can no longer be used in courts

કવાયત / સુપ્રીમ કોર્ટની પહેલ: હવેથી અદાલતોમાં પ્રોસ્ટીટ્યૂટ-મિસ્ટ્રેસ જેવા શબ્દો નહીં બોલી શકાય, નવી શબ્દાવલી થઈ જાહેર

Priyakant

Last Updated: 04:30 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CJI ચંદ્રચુડે જણાવ્યું કે, આ હેન્ડબુકમાં વાંધાજનક શબ્દો અને તેના બદલે ઉપયોગમાં લેવાતા શબ્દો અને વાક્યોની યાદી

  • સુપ્રીમ કોર્ટની નવી પહેલા, જેન્ડર સ્ટીરિયોટાઇપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ
  • નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ નહીં કરાય 
  • હેન્ડબુકમાં વાંધાજનક શબ્દો અને તેના બદલે ઉપયોગમાં લેવાતા શબ્દો અને વાક્યોની યાદી 

સુપ્રીમ કોર્ટના નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે વપરાતા અપમાનજનક શબ્દો પર પ્રતિબંધ મૂકવા માટે જેન્ડર સ્ટીરિયોટાઇપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી છે. નોંધનીય છે કે, આ પહેલા 8 માર્ચે મહિલા દિવસ પર સુપ્રીમ કોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે, કાયદાકીય બાબતોમાં મહિલાઓ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ બંધ થશે, ટૂંક સમયમાં એક શબ્દકોશ પણ આવશે.

બુધવાર, 16 ઓગસ્ટના રોજ હેન્ડબુક બહાર પાડતા CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, તે ન્યાયાધીશો અને વકીલોને સમજવામાં સરળ બનાવશે કે કયા શબ્દો રૂઢિચુસ્ત છે અને તેમને કેવી રીતે ટાળવા. CJI ચંદ્રચુડે જણાવ્યું કે, આ હેન્ડબુકમાં વાંધાજનક શબ્દો અને તેના બદલે ઉપયોગમાં લેવાતા શબ્દો અને વાક્યોની યાદી છે. તેઓનો ઉપયોગ કોર્ટમાં દલીલો આપવા, ઓર્ડર આપવા અને તેની નકલો તૈયાર કરવા માટે થઈ શકે છે. આ હેન્ડબુક વકીલો તેમજ ન્યાયાધીશો માટે છે.

આ હેન્ડબુકમાં એવા શબ્દો છે જે ભૂતકાળમાં અદાલતો દ્વારા ઉપયોગમાં લેવાયા છે. શબ્દો કેમ ખોટા છે અને તે કાયદાને કેવી રીતે વધુ વિકૃત કરી શકે છે તે પણ સમજાવવામાં આવ્યું છે. 

જાગૃત કરવા માટે બનાવવામાં આવી છે હેન્ડબુક - CJI
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, આ હેન્ડબુક તૈયાર કરવાનો હેતુ કોઈ નિર્ણયની ટીકા કે શંકા કરવાનો નથી, પરંતુ તે જણાવવાનો છે કે કેવી રીતે અજાણતાં રૂઢિચુસ્તતાની પરંપરા ચાલી રહી છે. કોર્ટનો હેતુ એ સમજાવવાનો છે કે સ્ટીરિયોટાઇપિંગ શું છે અને તેનાથી શું નુકસાન થાય છે, જેથી કોર્ટ મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાના ઉપયોગથી બચી શકે. તેને ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

કલકત્તા હાઈકોર્ટની ટીમે તૈયાર કરી પરિભાષા
CJI ચંદ્રચુડે જે કાયદાકીય પરિભાષા વિશે જણાવ્યું છે તે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસુમી ભટ્ટાચાર્યની આગેવાની હેઠળની સમિતિએ તૈયાર કરી છે. આ સમિતિમાં નિવૃત્ત જસ્ટિસ પ્રભા શ્રીદેવન અને જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝુમા સેનનો સમાવેશ થાય છે, જે હાલમાં પશ્ચિમ બંગાળ નેશનલ યુનિવર્સિટી ઑફ જ્યુરિડિકલ સાયન્સ કોલકાતામાં ફેકલ્ટી મેમ્બર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ