ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Super Dancer 4 finale Florina Gogoi of Assam wins trophy ₹15 lakh

વિનર / ફ્લોરિના ગોગોઈ બની 'સુપર ડાન્સર ચેપ્ટર 4'ની વિનર, જાણો કોણ બન્યું રનર અપ

Published By: Noor

Last Updated: 09:39 AM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણાં મહિનાઓથી દર વીકેન્ડ પર ધમાલ મચાવનાર ડાન્સિંગ શો સુપર ડાંસર ચેપ્ટર 4ને વિનર મળી ગયું છે. ધમાકેદાર ગ્રાન્ડ ફિનાલેની આ સ્પર્ધામાં શોની ફ્લોરિના ગોગોઈએ અન્ય 4 સ્પર્ધકોને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

ADVERTISEMENT

  • પોપ્યુલર ડાન્સિંગ શો સુપર ડાંસર ચેપ્ટર 4ને વિનર મળી ગયું
  • ફ્લોરિના ગોગોઈએ અન્ય 4 સ્પર્ધકોને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી 
  • ફ્લોરિના ગોગોઈ શોની વિનર બની અને પૃથ્વીરાજ સેકન્ડ રનર અપ રહ્યો

ફ્લોરિના ગોગોઈ જ્યારે શોની વિનર બની અને પૃથ્વીરાજ જેણે પોતાની નિર્દોષતાથી લોકોના દિલ પર રાજ કર્યું હતું, તે શોનો રનર અપ રહ્યો. ફિનાલેમાં સ્પર્ધકો સિવાય શોના જજિસે પણ શાનદાર પર્ફોમન્સ આપ્યું. 

ફ્લોરિના ગોગોઈએ અન્ય 4 ફાઇનલિસ્ટને હરાવીને 'સુપર ડાન્સર ચેપ્ટર 4' નો ખિતાબ જીતી ગઈ. શોના ટોપ 5 ફાઇનલિસ્ટમાં ફ્લોરિના ગોગોઈ (અસમ), ઈશા મિશ્રા (દિલ્હી), સંચિત ચન્ના (પંજાબ), પૃથ્વીરાજ (કર્ણાટક), નીરજા (એમપી)નો સમાવેશ થાય છે. ફ્લોરિનાએ ટ્રોફીની સાથે 15 લાખ રૂપિયાનું ઈનામ મેળવ્યું. આ સિવાય તેના સુપર ગુરુને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું.

પૃથ્વીરાજ શોનો રનર અપ રહ્યો. જ્યારે શોમાં ઈશા પાંચમા સ્થાને, ચોથા સ્થાને નીરજા અને ત્રીજા સ્થાને સંચિત હતો. શો દરમિયાન, ફ્લોરિના સ્ટેજ પર આવે અને ડાન્સ કરે તે પહેલાં તેના પરિવારે તેમનું લોકનૃત્ય રજૂ કર્યું. એ પછી ફ્લોરિનાએ તેના સુપર ગુરુ તુષાર શેટ્ટી સાથે એક શાનદાર ડાન્સ  પર્ફોમન્સ આપ્યું.

'સુપર ડાન્સર ચેપ્ટર 4' શોને હમેશાંની જેમ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુએ જજ કર્યો હતો. ફ્લોરિના ગોગોઈની જીતથી શોના જજિસ પણ ખૂબ ખુશ દેખાયા. પ્રખ્યાત રેપર બાદશાહ અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલ પણ ફિનાલેમાં આવ્યા હતા, જે બાળકોને જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. બંનેએ શિલ્પા શેટ્ટી સાથે ડાન્સ પણ કર્યો, જે લોકોને ઘણો પસંદ આવ્યો. શો દરમિયાન મનીષ પોલ તેના નવા ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પ્રમોટ કરવા માટે સુપર ડાન્સર ચેપ્ટર 4ના સ્ટેજ પર આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Florina Gogoi super dancer 4 wins trophy winner

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ