બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol's film hits the box office, earns 300 crores worldwide in 7 days

મનોરંજન / સની દેઓલ ની ફિલ્મે બોક્સ ઓફિસ પર ગદર મચાવી, 7 દિવસમાં વર્લ્ડ વાઈડ કરી 300 કરોડની કમાણી

Megha

Last Updated: 12:17 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gadar 2 box office collection: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે 7 દિવસમાં  વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ગદર મચાવી છે.  પઠાણ પછી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

  • સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે બોક્સ ઓફિસ પર ગદર મચાવી 
  • ફિલ્મે 7 દિવસમાં  વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી 
  • ગદર 2 ફિલ્મે KGF 2 અને 'બાહુબલી 2' ફિલ્મને પાછળ છોડી 

gadar 2 box office collection: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે છેલ્લું સપ્તાહ શાનદાર રહ્યું છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.  11મી ઑગસ્ટના રોજ રિલીઝ થયેલી ગદર 2 એ તેનું પ્રથમ અઠવાડિયું રન પૂર્ણ કર્યું છે. તોફાનની જેમ આ ફિલ્મે 7 દિવસમાં બમ્પર કમાણી કરી છે. જો કે સપ્તાહના છેલ્લા દિવસે ગુરુવારે ફિલ્મની કમાણીમાં પણ 32%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ફિલ્મે વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી 
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' એ પહેલા દિવસથી લઈને અત્યાર સુધી દરરોજ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી લીધી છે. સાતમા દિવસે ફિલ્મે લગભગ 22 કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે 7 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે 283.35 કરોડનો બિઝનેસ કર્યો છે. તો વર્લ્ડવાઈડ 338 કરોડની કમાણી કરી છે. 

KGF 2 અને 'બાહુબલી 2' ફિલ્મને પાછળ છોડી 
 'ગદર 2' એ 7 દિવસની કમાણી કરીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ 7 દિવસમાં કુલ 378 રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રણ ભાષાઓમાં રિલીઝ થયેલી 'પઠાણ'એ માત્ર હિન્દી વર્ઝનમાંથી 351 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે હિન્દી ફિલ્મ માટે પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન છે. હવે 'પઠાણ' પછી 'ગદર 2' સીધી બીજા નંબર પર આવી ગઈ છે જેનું પ્રથમ સપ્તાહનું કલેક્શન 283 કરોડથી વધુ છે. અત્યાર સુધી યશની ફિલ્મ 'KGF 2' (હિન્દી) 'પઠાણ' પછી બીજા નંબર પર હતી. ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનથી તેના પહેલા અઠવાડિયામાં જ 268 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ હવે તે 'ગદર 2'ની નીચે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ પછી 'બાહુબલી 2' ચોથા નંબર પર આવે છે, જેણે હિન્દી વર્ઝનથી પહેલા સપ્તાહમાં 247 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'ગદર 2' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
નોંધનીય છે કે પઠાણ ફિલ્મે ભારતમાં 540 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. 'કેરળ સ્ટોરીઝ' બીજા નંબર પર હતી. તેનું કલેક્શન લગભગ 242 કરોડ હતું.  ગદર 2 એ  અત્યાર સુધી 283.35 કરોડનો બિઝનેસ કર્યો છે. એવામાં જો 'ગદર 2'ને પઠાણના ડોમેસ્ટિક કલેક્શનને ટચ કરવું હોય તો આ સપ્તાહના અંતે બમ્પર કમાણી કરવી પડશે. એક અહેવાલ અનુસાર શુક્રવારે ફિલ્મ 17 કરોડની કમાણી કરી શકે છે. એટલે કે ગ્રોસની સાથે ફિલ્મનું નેટ કલેક્શન પણ 300 કરોડને પાર કરી જશે. જો ફિલ્મ શનિવાર અને રવિવારે 30 થી 40 કરોડના આંકડાને સ્પર્શે છે, તો જ તે 'પઠાણ'ના ઘરેલુ કલેક્શન સુધી પંહોચી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ