બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol's fan shown Gadar 2 to the whole village, people reached cinema hall with tractor and DJ

ઉજ્જૈન / દીકરાએ બુક કરી દીધો સિનેમા હૉલ, ટ્રેક્ટર-કારના કાફલા સાથે આખું ગામ ગદર-2 જોવા પહોંચ્યું

Megha

Last Updated: 12:36 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2: ઉજ્જૈનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પુત્રએ તેના પિતા જે તારા સિંહના મોટા ફેન હતા એમની યાદમાં આખા ગામને સની દેઓલની ફિલ્મ ગદર 2 બતાવી.

  • ફિલ્મ 'ગદર 2' એ દરેક જગ્યાએ ધૂમ મચાવી દીધી છે
  • પિતાની યાદમાં આખા ગામને ફિલ્મ 'ગદર 2' બતાવી 
  • લક્ષ્મીનારાયણ જાટ સની દેઓલના મોટા ફેન હતા

Gadar 2 Movie Craze :આ દિવસોમાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એ દરેક જગ્યાએ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ માટે ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'ગદર 2' જોવા માટે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે પણ શું તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયા છે જે તેના પિતાની યાદમાં આખા ગામને ધામધૂમથી ફિલ્મ બતાવવા માટે ટ્રેક્ટરમાં પીવીઆરમાં લઈ જાય. આવો જ એક કિસ્સો ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે જેમાં એક પુત્રએ તેના પિતાની યાદમાં આખા ગામને ગદર 2 ફિલ્મ બતાવી.

લક્ષ્મીનારાયણ જાટ સની દેઓલના મોટા ફેન હતા
ઉજ્જૈન જિલ્લાના ઘાટિયા તહસીલના બકાનિયા ગામમાં રહેતા લક્ષ્મીનારાયણ જાટ સની દેઓલના મોટા ફેન હતા અને સની દેઓલથી પ્રેરિત થઈને લક્ષ્મીનારાયણે ગદરમાં સની દેઓલ દ્વારા ભજવવામાં આવેલા પાત્રનો ગેટઅપ અપનાવી લીધો હતો. આ સાથે જ ગામના લોકો લક્ષ્મીનારાયણને ગદર શેઠના નામથી બોલાવતા હતા.

કોસ્મોસ મોલમાં PVR બુકિંગ
થયું એવું કે લક્ષ્મીનારાયણ ગદર 2 જોવા માટે ઉત્સુક હતા પણ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા એમનું અવસાન થયું હતું. પિતાનું સપનું પૂરું કરવા માટે લક્ષ્મી નારાયણના પુત્ર ધર્મેન્દ્ર જાટે આખા ગામને સની દેઓલની ગદર-2 બતાવવાનું નક્કી કર્યું અને PVR બુક કરવા માટે ઉજ્જૈનના કોસ્મોસ મોલમાં ગયો પણ એક સાથે આટલા બધા લોકો માટે ટિકિટ બુક કરાવી શક્યો નહીં. આ પછી ધર્મેન્દ્રએ સેવર સ્થિત મોતી પીવીઆરમાં ટિકિટ બુક કરાવી અને ડીજે સાથે ફિલ્મ ગદર-2ના ગીતો વગાડતા આખા ગામના લોકો ફિલ્મ જોવા સિનેમા હોલ પહોંચ્યા હતા.

બકનિયા ગામની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે તમામ ગામના લોકો ઉત્સાહ સાથે ગદર 2 જોવા જઈ રહ્યા છે. ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોએ ટ્રેક્ટર પર તિરંગા પણ લગાવ્યા છે. બધા ગામ લોકો ગદર અને ગદર 2 ના ગીતો પર નાચતા નાચતા સિનેમા હોલ પહોંચ્યા.

ગદર 2એ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન પર 300 કરોડનો આંકડો પાર કર્યો 
દિવસ 1 - રૂ 40.10 કરોડ
દિવસ 2 - રૂ 43.08 કરોડ
દિવસ 3 - રૂ 51.70 કરોડ 
દિવસ 4 - રૂ 78.70 કરોડ 
દિવસ 5- રૂ 55.40 કરોડ
દિવસ 6 - રૂ 32.37 કરોડ 
દિવસ 7 - રૂ 23.28 કરોડ 
દિવસ 8 - રૂ 20.50 કરોડ 
કુલ કલેક્શન- રૂ. 305.13 કરોડ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ