બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Sukhdev Singh Gogamedi Murder: Killers Arrested, said they came after watching the movie Animal

મોટા સમાચાર / એનિમલ મૂવી જોઈને આવ્યા હતા હત્યારા, નહોતી ખબર કે કોણ છે સુખદેવ સિંહ ગોગામેડી! પૂછપરછમાં થયા મોટા ખુલાસા

Parth

Last Updated: 12:17 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓને દિલ્હી પોલીસ તથા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે જે બાદ મોટા ખુલાસા થયા છે.

  • ગોગામેડી હત્યાકાંડના હત્યારા ઝડપાયા 
  • દિલ્હી પોલીસ અને રાજસ્થાન ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી 
  • પોલીસની પૂછપરછમાં થયા મોટા ખુલાસા 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનારા શૂટર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમને ખબર નહોતી કે સુખદેવ સિંહ ગોગામેડી છે કોણ? આરોપીઓએ પોલીસને જાણકારી આપી છે કે જે દિવસે હત્યા કરવામાં આવી તે જ દિવસે ફોટો બતાવવામાં આવ્યો હતો. 

આટલું જ નહીં આ હત્યારાઓ આરામથી એનિમલ મૂવી જોઈને અવાયા હતા અને કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશનોઈ ગેંગના વીરેન્દ્રએ આ હત્યારાઓએ ગોગામેડીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વીરેન્દ્રએ નીતિનને આ સોપારી આપી હતી અને નીતિન કહી રહ્યો છે કે તેને એ વાતની ખબર નહોતી કે સુખદેવ સિંહ કોણ હતા, એ લોકોએ ફોટો જોયો અને હત્યાને અંજામ આપી. 

સોપારી આપનાર વીરેન્દ્ર પહેલેથી જ શૂટર્સના સંપર્કમાં હતો અને નીતિન તથા રોહિત રાઠોડને આ હત્યાકાંડ કરવા માટે ટાસ્ક આપ્યો હતો. 

નોંધનીય છે કે ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરના ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ હતો. રાજસ્થાનમાં તો હજારો યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ કર્યો હતો. આજે પણ લોકો આ હત્યારાઓનું એન્કાઉન્ટર કરી દેવાની માંગ કરી રહ્યા છે ત્યારે હત્યારાઓને પકડવા માટે રાજસ્થાન પોલીસે ખાસ ટીમની રચના કરી હતી. રાજસ્થાન ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના એક જોઇન્ટ ઓપરેશનમાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પાંચમી ડિસેમ્બરે જ્યારે ગોગામેડી જયપુરમાં પોતાના આવાસમાં બેઠા હતા ત્યારે જ હત્યારાઓએ ગોળીઓથી તેમની ઘાતકી હત્યા કરી હતી. હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ગોગામેડી અગાઉ ઘણીવાર કહી ચૂક્યા હતા કે મારા જીવને જોખમ છે, તેમ છતાં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ જ સુરક્ષા આપવામાં નહોતી, જેના કારણે તેમના પત્નીએ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ તથા તે સમયના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે પણ ફરિયાદ નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ