બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Such an act of a 50-year-old lover with her husband tired
Last Updated: 06:30 PM, 12 November 2019
ADVERTISEMENT
23 વર્ષીય યુવતી પતિનાં ત્રાસથી કંટાળી
મધ્ય પ્રદેશની 23 વર્ષીય ભાવનાનાં લગ્ન ગાંધીનગરનાં ઘ્રુવ નામનાં એક યુવક સાથે થયાં હતાં. શરુઆતમાં તેમનું લગ્નજીવન સારુ ચાલ્યું હતું. તેઓ એક દિકરાનાં માતા પિતા પણ બન્યાં હતાં. આ દરમિયાન ધ્રુવ દારુ પીને ભાવના સાથે ખૂબ મારઝુડ કરતો હતો. ભાવના ધ્રુવથી કંટાળી ગઈ હતી.
ADVERTISEMENT
પતિથી કંટાળેલી પત્ની આધેડનાં પ્રેમમાં પડી
આ દરમિયાન ભાવના તેની પડોશમાં રહેતાં 50 વર્ષીય નરેશનાં પ્રેમમાં પડી હતી. નરેશ 4 દિકરાનો પિતા હતો પણ તેની પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી. ધીરે ધીરે કરી ભાવના અને નરેશ એકબીજાનાં નજીક આવ્યાં હતાં. અંતે ભાવનાએ પતિ ધ્રુવને છોડી નરેશ સાથે રહેવા લાગી હતી.
ADVERTISEMENT
પ્રેમીએ પૈસા માટે યુવતીને અન્ય પુરુષ સાથે સંબંધ રાખવા કહ્યું
ભાવના અને નરેશ સાથે લિવઈનમાં રહેવા લાગ્યાં હતાં. થોડા સમય બાદ નરેશ પણ પૈસા માટે ભાવનાને મારઝુડ કરતો હતો. નરેશ પૈસાનો એટલો લાલચી હતો કે તેણે ભાવનાને અન્ય પુરુષો સાથે સંબંધ રાખી પૈસા આપવા દબાણ કર્યું હતું. ભાવનાએ તેમ કરવાથી ના પાડતા તેણે ધમકી આપતો કે જો તું અન્ય પુરુષ સાથે સંબંધ નહીં રાખે તો તને HIV છે તેમ કહી બદનામ કરી દઈશ.
ADVERTISEMENT
પ્રેમીએ યુવતીનાં ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી આપતો નહોતો
ભાવનાએ અન્ય પુરુષ સાથે સંબંધ રાખી તેમની પાસેથી પૈસા મેળવી નરેશને રિક્ષા પણ લઈ આપી હતી. તેમ છતાં નરેશ ભાવના અને અન્ય પુરુષ સાથે મોબાઈલ પર વાત કરે તો શંકા રાખી મારઝુડ કરતો હતો. તેમજ ભાવના આ નરકમાંથી બહાર નીકળી મધ્ય પ્રદેશ જવા માંગતી હતી. જો કે નરેશે તેનાં તમામ સરકારી દસ્તાવેજો (આઈડી પ્રુફ) પોતાની પાસે રાખ્યાં હતાં.
ADVERTISEMENT
ભાવનાએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી
ભાવના તેની બહેનપણીને ત્યાં કપડા સિવડાવવા ગઈ હતી. તેને આવતા મોડુ થતાં નરેશે તેને માર માર્યો હતો. જેને પગલે ભાવનાએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતાં મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર ત્યાં પહોંચ્યાં હતાં. ત્યારે ભાવનાએ તેની આ તમામ આપવીતી જણાવી હતી. તેમજ તેણે જણાવ્યું હતું કે નરેશ સાથેનાં સંબંધથી તેણે નરેશની 1 વર્ષની દીકરીને જન્મ આપ્યો હતો. તેમજ તે અત્યારે પણ ગર્ભવતી હતી. છતાં તે મારઝુડ કરતો હતો.
ADVERTISEMENT
હેલ્પલાઈને યુવતીને દસ્તાવેજો પાછા અપાવ્યાં
ભાવના નરેશ પાસે રહેલા પોતાનાં ડોક્યુમેન્ટ પાછા મેળવવા ઈચ્છતી હોવાથી હેલ્પલાઈનનાં કાઉન્સેલરે તેના દસ્તાવેજો પાછા અપાવ્યાં હતાં. તેમજ ભાવના નરેશ સામે પોલીસ ફરિયાદ કરવા માંગતી હતી હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં.
(પાત્રોનાં નામ બદલેલ છે.)
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.