ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તૈયારીમાં કચાશ ન રાખતા! ગૌણ સેવા મંડળે વધુ એક પરીક્ષાની તારીખ કરી જાહેર
Last Updated: 04:35 PM, 27 January 2025
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળની પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટરની જાહેરાત ક્રમાંક 225- 202324ની પરીક્ષા કાર્યક્રમ જાહેરાત કરાઈ છે. કુલ 266 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા તારીખ 18-19/02/2025ના રોજ લેવામાં આવશે
ADVERTISEMENT
266 જગ્યા માટે યોજાશે પરીક્ષા
પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત પત્રમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લખ્યું છે કે, ''નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષકની કુલ-266 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા તા.18-19/02/2025ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે''
ADVERTISEMENT
વાંચો પરિપત્ર

ADVERTISEMENT
આ પણ વાંચો: AMTSની બસ રિપેર કરતા બે ફોરમેન કચડાયા, ઘટનાસ્થળે જ મોત, આખરે કઇ રીતે સર્જાયો આ અકસ્માત

ADVERTISEMENT
કોલ-લેટર ડાઉનલોડ કરવા માટે ?
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. જેથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતાં રહેવા ગૌણ સેવા પસંદગી મંડળે જણાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો