બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Students are free to wear their favorite winter wear in the schools, state education minister ordered schools

ગાંધીનગર / વાલીઓ અને વિદ્યાર્થીઓને 'કડકડતી' રાહત: ગરમ કપડા પહેરવા અંગે શિક્ષણ વિભાગે શાળાઓને કર્યો આદેશ, પરિપત્ર જાહેર

Published By: Vaidehi

Last Updated: 04:28 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળાઓમાં હવેથી વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં સ્વેટર કે ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકાશે નહીં. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર દ્વારા કડક આદેશો આપવામાં આવ્યાં છે.

  • ગરમ કપડાં પહેરવાને લઈ જિલ્લા શિક્ષણાધિકારીઓનો મોટો નિર્ણય
  • સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહેરી શકશે મનપસંદ ગરમ કપડાં
  • શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરી શકાય 

ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મનપસંદ ગરમ કપડાં ન પહેરવાને લઈને શાળાઓ દબાણ કરતી જોવા મળી છે. સ્કૂલનાં નિયમાનુસાર જ ગરમ કપડાં પહેરવા અંગેના બનાવો સામે આવ્યાં બાદ રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા રાજ્યની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યાં છે.  રાજ્યની તમામ શાળાની અંદર ચોક્કસ પ્રકારનો જ સ્વેટર પહેરવો અથવા તો યૂનિફોર્મનો જ સ્વેટર પહેરવો એવા નિયમો છે ત્યાં હવે વિદ્યાર્થીઓ પોતાને ગમે તેવા ગરમ કપડાં પહેરી શકશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર હવેથી રાજ્યની કોઈપણ  શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકશે નહીં.  હવેથી વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડાં પહેરી શકશે. શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ  નહીં કરી શકાય.

અટલાદરામાં સ્કૂલની અવળચંડાઈ સામે આવી 
વડોદરાનાં અટલાદરામાં આવેલી ધ ટ્રી હાઉસ સ્કૂલની અવળચંડાઈ સામે આવી હતી. ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો બાળકોને ગ્રીન કલર અને બ્લૂ કલરનું જ બ્લેઝર ફરજિયાતપણે પહેરવાનાં નિયમો બનાવી રહ્યાં છે. એટલું જ નહીં સંચાલકો દ્વારા અલકાપુરી વિસ્તારની પોષાક દુકાનમાંથી જ બ્લેઝર ખરીદવા ફરજિયાત નિયમો બનાવવામાં આવ્યાં હતાં. વાલીઓએ માંગ કરી કે બાળકોની અને વાલીઓની અનુકૂળતા પ્રમાણે સ્વેટર પહેરવાની મંજૂરી સ્કૂલોએ આપવી જોઈએ. સ્કૂલની આવી અવળચંડાઈ જોયા બાદ કોઇ પણ પ્રકારનું સ્વેટર બાળકો પહેરી શકે તેવો શિક્ષણાધીકારીનો પરિપત્ર રાજ્યની તમામ શાળાઓને મોકલવામાં આવ્યો છે. 

પરિપત્ર

પરિપત્રમાં શું કહેવાયું?

  • બાળકોને શાળાની પસંદગીના સ્વેટર પહેરવા પર દબાણ કરવાને લઈને શિક્ષણ વિભાગનો પરિપત્ર. 
  • યુનિફોર્મ પ્રમાણે કોઈ ચોક્કસ ગરમ કપડાં પહેરવા દબાણ ન કરવા શાળાઓને આદેશ. 
  • વિદ્યાર્થીઓ કોઇપણ સ્વેટર, જેકેટ કે ગરમ કપડાં પહેરી શકશે. 
  • શાળાના યુનિફોર્મ સિવાયના ગરમ કપડાં પહેરતા વિદ્યાર્થીઓને ન રોકવા પરિપત્ર. 
  • શાળાઓ ચોક્કસ રંગ અને યુનિફોર્મવાળા ગરમ કપડાં પહેરવા વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે. 
  • રાજ્યની તમામ શાળાઓ માટે પરિપત્રને લઇ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Education Department Winter Wears gujarat schools ગરમ કપડાં પહેરવાનાં નિયમો ગુજરાત સ્કૂલ શિક્ષણ વિભાગ Students sweater rules Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ