ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અજબ ગજબ / અમદાવાદના સમાચાર / Strange case husband refuses to bathe his wife in the bedroom
ADVERTISEMENT
ADVERTISEMENT
ખાનગી ટ્રાવેલર્સનો ધંધો કરતા એક યુવક સવારે નિત્યક્રમ મુજબ સાતેક વાગ્યાની આસપાસ તેના બેડરૂમમાંથી તૈયાર થઇ ધંધા પર જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેની પત્ની તેની પાસે આવી હતી. તેમણે કહ્યું હતું કે, મારે તમારા બેડરૂમના બાથરૂમમાં નાહવા માટે જવું છે, જોકે પતિએ પત્નીને ના પાડી હતી અને તેના બેડરૂમમાં આવેલા બાથરૂમમાં નાહવા માટે કહ્યું હતું.

ADVERTISEMENT
પરંતુ પત્નીએ તેના પતિના જ બેડરૂમમાં જવાની જીદ પકડી હતી, જેથી પતિએ ના કહેતા તે ઉશ્કેરાઇ ગઇ હતી અને બીભત્સ ગાળો બોલીને પતિ સાથે ઝઘડો કરવા લાગી હતી. પતિને ઘરની બહાર નીકળી જવા માટે કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
જેથી પતિએ સમગ્ર ઘટનાની જાણ વેજલપુર પોલીસને કરી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. વેજલપુર પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી હોવાથી બંને અલગ બેડરૂમનો ઉપયોગ કરે છે. હાલ પોલીસ બંને વચ્ચે સમાધાન કરવાના પ્રયત્નો કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો