બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:43 AM, 10 January 2022
ADVERTISEMENT
આ ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા
રોયટર્સના કહેવા મુજબ આ ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. મરનારામાં 9 બાળકો સામેલ છે. ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ કયા કારણે લાગી છે તે અંગે તપાસ જારી છે. આ ઘટના ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી મોટી ઘટના માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
32 લોકો ગંભીર રીતે દાખ્યા
સીએનએનના રિપોર્ટ મુજબ ઘટનાસ્થલ પર પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેર માટે બહું ભયંકર અને દુઃખ પહોંચાડનારી ક્ષણ છે. આગની આ ઘટના આ શહેરને દુઃખી કરતી રહેશે. તેમણે કહ્યું કે આગમાં મોટી સંખ્યામાં લોકો હોમાયા છે. 32 લોકો ગંભીર રીતે દાખ્યા છે જેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
"Nineteen people, including 9 children, killed in an apartment fire in New York City's Bronx borough, officials say," The Associated Press reports
— ANI (@ANI) January 9, 2022
ADVERTISEMENT
આગ દિવસે લગભગ 11 વાગે અપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળથી ફેલાવાની શરુ થઈ
આગની આ ઘટનામાં બ્રોંક્સ જૂના પશ્ચિમમાં સ્થિત એક 19 માળની ઈમારતમાં લાગી. આગ દિવસે લગભગ 11 વાગે અપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળથી ફેલાવાની શરુ થઈ. મેયરનું કહેવું છે કે આ અગ્નિકાંડને ન્યૂયોર્કની સૌથી ખરાબ ઘટનાઓમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનામાંથી એક છે. આગ પર કાબૂ મેળવવા માટે સ્થળ પર ફાયર બ્રિગેડની 200 ગાડીઓ પહોંચી.
ADVERTISEMENT
ઈમરાતમાં ફસેલા લોકો મદદ માટે બૂમો પાડતા રહ્યા
નજરે જોનારાનું કહેવું છે કે આગથી ઘેરાયેલા લોકો મદદ માટે પોતાના ફ્લોરથી હાથ હલાવતા કહ્યા. તે આગની જ્વાળાઓથી ખરાબ રીતે ઘેરાયેલા હતા. એએફપીની રિપોર્ટ મુજબ ઈમારતની પાસે રહેનારા જોર્જ કિંગે કહ્યું કે ત્યાં લોકોને મજબૂર હતા. તેમણે કહ્યું કે હું અહીં 15 વર્ષથી છું અને આ પ્રકારની ઘટના પહેલીવાર જોઈ છે. મે ઈમારતમાં ઘૂંમાડો જોયો. મોટી સંખ્યામાં લોકો મદદ માંગી રહ્યા હતા. લોકો બારીમાંથી હાથ હલાવી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.