ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અઠવાડીયાના બીજા દિવસ મંગળવારે શેર બજાર ફરીથી લાલ નિશાન સાથે ખુલ્યા હતાં. મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેરવાળા સેન્સેક્સ 808 અંકના પછડાટ સાથે 56,683ના સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી સૂચકાંકે 232 પોઈન્ટ નીચે આવીને 16,917ના સ્તર પર બિઝનેસની શરૂઆત કરી હતી. હાલમાં સેન્સેક્સ 1001 પોઈન્ટ તૂટીને 56,489ના સ્તર પર જ્યારે નિફ્ટી 291 અંક તૂટીને 16,858ના સ્તર પર બિઝનેસ કરી રહ્યું છે.

ADVERTISEMENT
પાંચ દિવસના ધોબી પછાડ પર નજર
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય શેર બજારમાં સતત પાંચ દિવસથી પછડાટ ચાલી રહી છે. અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે શેર બજારમાં આવેલી પછડાટ આ પાંચ દિવસમાં સૌથી વધારે છે. વિતેલા દિવસોમાં મુંબઈ સ્ટોક એક્સચેંજના સૂચકાંક સેંસેક્સમાં આવેલી પછડાટના આંકડા પર નજર દોડાવીએ તો, ગત મંગળવારે તેમાં 554, બુધવારે 656, ગુરૂવારે 634 અને શુક્રવારે 427 અંકની પછડાટ જોવા મળી હતી. આજે સેંસેક્સ સૂચકાંકના તમામ 30 શેર દિવસભર લાલ નિશાન પર બિઝનેસ કરતાં દેખાયા હતાં. બિઝનેસ દરમિયાન નાયકા, જૌમેટો અને પેટીએમ જેવી કંપનીઓના શેર સૌથી વધારે તૂટનારા શેરમાં ટોચ પર રહ્યા હતાં.
ADVERTISEMENT
રોકાણકારો રાતા પાણી રોયાં
આપને જણાવી દઈએ કે, સોમવારે બજાર ખુલતાંની સાથે જ લગભગ 1126 શેરમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે 1175 શેરમાં ધબડકો અને 131 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો. આજે આવેલી પછડાટના કારણે રોકાણકારોને લગભગ 11 લાખ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત અઠવાડીયે શુક્રવારે માર્કેટ કેપ 270 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે ઘટીને 259 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાઈટન અને વિપ્રોના સ્ટોક 4 ટકા તૂટી ગયો. જણાવી દઈએ કે, એક અઠવાડીયામાં માર્કેટ કૈપ 21 લાક કરોડ રૂપિયા સુધી ઘટી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો