ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / stock market crashed today sensex fell reliance TCS tata steel

બજાર ધરાશાયી / ઓમિક્રોનની એન્ટ્રી સાથે શેરબજારમાં મોટો કડાકો, 4 કંપની ગ્રીન ઝોનમાં, રિલાયન્સ-TCS જેવી મોટી કંપનીઓના શેર તૂટ્યા

Published By: Hiren

Last Updated: 06:39 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ ફરીથી 58 હજારની નીચે આવ્યું છે. તો રિલાયન્સ, ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેર તૂટ્યા છે.

ADVERTISEMENT

  • ઓમિક્રોનના કેસ આવતા શેરબજારમાં મોટો કડાકો
  • રિલાયન્સ, ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેર તૂટ્યા
  • સેન્સેક્સ ફરીથી 58 હજારની નીચે આવ્યું

ભારતમાં ગુરૂવારે 2 લોકોમાં કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થવાની અસર શેર બજાર પર દેખાઇ રહી છે. દેશમાં ઓમિક્રોનના કેસ આવતાની સાથે જ શુક્રવારે શેરબજાર પ્રારંભિક લીડ ગુમાવ્યા બાદ પડી ભાગ્યું. આજે BSEના 30 શેર વાળા સેન્સેક્સ અઠવાડિયાના અંતિમ બિઝનેસ ડે 764.83 અંક તૂટ્યો. આ 1.31 ટકા તૂટીને 58 હજારની નીચે પહોંચીને 57,696.46ના સ્તરે બંધ થયો.

NSEના નિફ્ટીનો ખરાબ હાલ રહ્યો અને આ 204.95 પોઈન્ટ કે 1.18 ટકા તૂટીને ફરી એકવાર 17,200ના સ્તરથી નીચે આવી ગયો. બિઝનેસન અંતમાં નિફ્ટી 17,196.70ના સ્તરે બંધ થયું.

લીડ સાથે થઇ હતી શરૂઆત

BSEના 30 શેર વાળા સેન્સેક્સ આજે 215.12 પોઈન્ટ કે 0.37 ટકાની લીડ સાથે 58,676.41ના સ્તરે ખુલ્યું હતું, જ્યારે NSEના નિફ્ટીએ 68 પોઇન્ટ કે 0.39 ટકાની તેજી સાથે 17,469.65ના સ્તરે બિઝનેસની શરૂઆત કરી હતી. શરૂઆતી બિઝનેસમાં લાર્સન એન્ડ ટૂર્બોના શેરમાં સારી લીડ જોવા મળી હતી.

ગુરૂવારે આવી હતી જબરદસ્ત તેજી

ગત બિઝનેસ ડે ગુરૂવારે બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટી બન્ને ઝડપથી લીડ સાથે બંધ થયા હતા. BSEના સેન્સેક્સ 776.50 પોઇન્ટ કે 1.35 ટકાના વધારા સાથે ફરીથી 58 હજારને પાર પહોંચીને 58.461.29ના સ્તરે બંધ થયું હતું. જ્યારે NSEનું નિફ્ટી 234.75 પોઇન્ટ કે 1.37ના ઉછાળા સાથે 17,401.65ના સ્તરે બંધ થયું હતું.

સેન્સેક્સ પર માત્ર 4 શેર ગ્રીન ઝોનમાં

સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી માત્ર 4 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા. આ શેર એલએન્ડટી, ઇન્ડસઇન્ડબ બેંક, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાસીમેન્ટ રહ્યા. તો સૌથી વધુ કડાકો પૉવર ગ્રિડમાં રહ્યો. રિલાયન્સના શેરમાં 3.05 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ત્યારે ટીસીએસ, એસબીઆઈ, એચડીએફસી કંપનીઓના શેરમાં પણ મોટા કડાકા સાથે બંધ થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

sensex stock market શેરબજાર સેન્સેક્સ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ