ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / stock market business news sensex and nifty index latest upades here

તેજી / સતત પાંચ દિવસ ધોવાણ બાદ આજે માર્કેટ ફરી મજામાં, સેન્સેક્સ 480 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 15900 ને પાર

Published By: Mayur

Last Updated: 10:07 AM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત પાંચ દિવસ ગબડ્યા બાદ આજે ફરી માર્કેટ ઊંચકાયું છે. Indian Stock Market માં આજે તેજી જોવા મળી રહી છે. આજે બંને ઇંડેક્સ લીલા નિશાન પર ખૂલ્યા હતા.

ADVERTISEMENT

  • સતત પાંચ દિવસ આજે માર્કેટ ફરી ઊંચકાયું 
  • બંને ઇંડેક્સ ખૂલ્યા લીલા નિશાન પર 
  • છેલ્લા દિવસે રિકવરીના સંકેત 

પોઝિટિવ ગ્લોબલ ટ્રેન્ડ્સ વચ્ચે આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર આખરે પાંચ દિવસના ઘટાડામાંથી રિકવર થતું જોવા મળ્યું હતું.

બંને ઇંડેક્સ લીલા નિશાન પર

બજારના બંને સૂચકાંકોની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 480 પોઈન્ટ અથવા 0.91 ટકા વધીને 53,410 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 164 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઉછાળા સાથે 15,972ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યો હતો.

બજાર ખુલતાની સાથે જ લગભગ 1486 શેર વધ્યા, 397 શેર ઘટ્યા અને 72 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

છેલ્લા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો હતો
ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં સતત પાંચમા દિવસે મોટો ઘટાડો નોંધાયો હતો. દિવસના કામકાજના અંતે, BSE સેન્સેક્સ 1158 પોઈન્ટ અથવા 2.14 ટકા ઘટીને 52,930 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 359 પોઈન્ટ અથવા 2.22 ટકા ઘટીને 15,808 પર હતો.

આ પહેલા પણ ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ શુક્રવારથી બંને ઇંડેક્સ (સૂચકાંકો) માં ઘટાડાનો ક્રમ યથાવત રહ્યો હતો. 

આ વર્ષે સેન્સેક્સ 10% નીચે
વર્ષ 2022માં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો જાન્યુઆરીથી BSE સેન્સેક્સ 10 ટકા સુધી તૂટ્યો છે. 3 જાન્યુઆરી, 2022 ના રોજ, તે 59,182 પોઇન્ટ પર હતો, જ્યારે ગુરુવાર, 12 મેના રોજ, સેન્સેક્સ ઘટીને રૂ. 53,930 પર આવી ગયો હતો. આ વર્ષે બજારના ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળ મુખ્ય રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારો પર પણ દેખાઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

sensex nifty sthare market gujarati news stock market news શેરબજાર news શેરમાર્કેટ news Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ