બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Sting operation by VTV NEWS regarding admission in private schools and institutes

ઓપરેશન કોચિંગ / શિક્ષણના નામે 'સેટિંગબાજી'નો પર્દાફાશ, પૈસા આપો અને સ્કૂલે જવાની જરૂર નહીં

Dinesh

Last Updated: 04:37 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે, શિક્ષણ સાથે આ મોટા ચેડા છે, રાજકોટની અનેક સ્કૂલ વિદ્યાર્થી પાસેથી માત્ર ફી પડાવે છે પોતાનું પરિણામ ઉંચું લાવવા અને શિક્ષકો ન રાખવા માટે સ્કૂલો આવું કૌભાંડ કરે છે.

  • નામચીન સ્કૂલો પણ બોગસકાંડમાં સામેલ
  • પ્રવેશ લીધા બાદ સ્કૂલમાં જવાની નથી જરૂર
  • બોગસકાંડ અંગે રાજકોટના કેળવણીકારનું નિવેદન


ખાનગી શાળા અને ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મામલે VTV NEWSએ સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. જેમાં નોન ગ્રાન્ટેડ,ડમી અને કન્સપ્ટ શાળાઓ શિક્ષણનો વેપાર કરતી હોવાનું સામે આવ્યું છે. આવી સંસ્થામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ શિક્ષણ આપવામાં આવતું નથી. અભ્યાસ કરાવવા માટે વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગ ક્લાસિસમાં એડમિશન લેવડાવવામાં આવે છે, ત્યારે રાજકોટના કેળવણીકાર સિદ્ધરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. 

રાજકોટના કેળવણીકારે શું કહ્યું
 સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે, શિક્ષણ સાથે આ મોટા ચેડા છે. રાજકોટની અનેક સ્કૂલ વિદ્યાર્થી પાસેથી માત્ર ફી પડાવે છે. પોતાનું પરિણામ ઉંચું લાવવા અને શિક્ષકો ન રાખવા માટે સ્કૂલોકો આવું કૌભાંડ કરે છે. આવી સ્કૂલો સામે કમિશનર ઓફ સ્કૂલ અને બોર્ડે કાર્યવાહી કરવાની જરૂર છે. આવી રીતે સ્કૂલ ચલાવવાથી સ્કૂલ સંચાલકો અને કોચિંગ ક્લાસિસ બન્નેને ફાયદો થઈ રહ્યો છે. આવા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ. વાલીઓની જાગૃતતાના અભાવે સ્કૂલો આવું કૌભાંડ કરે છે. જેથી વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે.

VTV ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન 
ગુજરાતમાં શિક્ષણના પવિત્ર વ્યવસાયનું વેપારીકરણ થઇ રહ્યું છે. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત વાલીઓનો આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટ જેવી ખાનગી સંસ્થાઓ ગેરલાભ લઇ રહી છે. વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેફામ ખર્ચ કરવા મજબૂર બન્યા છે. ત્યારે VTV ન્યૂઝે પણ પ્રજાહિતને સર્વોપરી માનીને શિક્ષણના વેપારનો કાળો કારોબાર કરતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટનું ખાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. 

જુઓ શું છે મોડસ ઓપરેન્ડી
JEE અને NEET જેવી એન્ટરન્સ પરીક્ષા માટે ધો.11-12 સાયન્સનો અભ્યાસ કરવો જરૂરી છે. આવામાં આ પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સ્કૂલમાં થઈ શકતી ન હોવાથી સ્કૂલો એલન અને આકાશ જેવી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ સાથે સેટિંગ કરીને એડમિશન આપી દે છે. એડમિશન આપતી વખતે એ પણ સવલત કરી દેવામાં આવે છે કે હાજરી નહીં હોય તો પણ ચાલશે પરંતુ તમારે ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં ભણવાનું રહેશે. આવામાં માલેતૂજાર વ્યક્તિઓના સંતાનો માનીતી સ્કૂલોમાં હાજરી વિના પૈસાના જોરે એડમિશન મેળવી લે છે. ટ્યુશન ક્લાસિસવાળા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લે છે. સ્કૂલ પણ બોગસ એડમિશન માટે લાખો રુપિયા ફી લે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની નજર સામે જ શિક્ષણનો કાળો કારોબાર થઇ રહ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ માલેતુજાર અને ક્લાસિસો સામે મૌન છે. VTVના કેમેરામાં બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ