બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / stealth omicron becomes a new threat even rt pcr test does not catch fears of a stronger wave across europe

કોરોના વાયરસ / ઓમિક્રોન બાદ નવો ખતરો બની રહ્યો છે ‘સ્ટીલ્થ ઓમિક્રોન’, જેને આરટી-પીસીઆરમાં નથી ઝડપી શકાતો

Dharmishtha

Last Updated: 11:41 AM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનું નવું રુપ વૈજ્ઞાનિકોને હેરાન કરી રહ્યો છે. હવે યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટ નવા ઉપ સ્વરુપ મળ્યું છે જેને સ્ટીલ્થ ઓમિક્રોન નામ આપનામાં આવ્યું છે.

  • આ ગુપ્ત સ્વરુપ આરટી-પીસીઆર ટેસ્ટને છેતરી રહ્યો 
  • 40થી વધારે દેશોમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની આ નવી ઉપ પ્રજાતિની ખબર પડી
  • બ્રિટને 10 જાન્યુઆરી સુધી બીએ. 2 ઉપ સ્વરુપની ઓળખ કરી હતી

આ ગુપ્ત સ્વરુપ આરટી-પીસીઆર ટેસ્ટને છેતરી રહ્યો 

આ બીએ.2 સ્ટ્રેન (BA.2 sub-strain)થી ખતરો વધારે છે. કેમ કે આ ગુપ્ત સ્વરુપ આરટી-પીસીઆર ટેસ્ટને છેતરી રહ્યો છે. આ કારણે યુરોપમાં નવી કોરોનાની લહેર પેદા થઈ રહી છે. બ્રિટને કહ્યું છે કે 40થી વધારે દેશોમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની આ નવી ઉપ પ્રજાતિની ખબર પડી છે. આ કોરોનાના મહત્વપૂર્ણ ટેસ્ટ આરટી-પીસીઆરમાં પકડમાં નથી આવતો. બીએ.2 ઉપ સ્વરુપ યુરોપમાં તેજીથી ફેલાઈ રહ્યો છે.

હવે બીએ.2 પ્રજાતિ તેજીતી ફેલાઈ રહ્યો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ઓમિક્રોનના 3 ઉપ પ્રજાતિયો બીએ.1, બીએ. 2 અને બીએ.3 છે. બીએ.1 ઉપ સ્વરુપ પૂરી દુનિયામાં જોવા મળ્યો છે. હવે બીએ.2 પ્રજાતિ તેજીતી ફેલાઈ રહ્યો છે. ડેનમાર્કથી વાત કરીએ તો 20 જાન્યુઆરી સુધી દેશમાં બીએ. 2 ઉપ પ્રજાતિના સંક્રમિતોની સંખ્યા સક્રિય મામલાની સરખામણીમાં લગભગ અડધી થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર બીએ.2 સ્ટ્રેનને જલ્દી વેરિએન્ટ ઓફ કંસર્નના રુપમાં જાહેર કરી શકાય છે.

ભારતમાં મળ્યો આ સ્ટીલ્થ સ્ટ્રેન

બ્રિટન તથા ડેનમાર્ક ઉપરાત બીએ.2 સ્ટ્રેન સ્વીડન, નોર્વે અને ભારતમાં પણ મળવાના સમાચાર છે. ભારત તથા ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ આ નવા સ્વરુપને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું તે આ બીએ.1ને પછાડી શકે છે. એટલે કે આ મામલામાં તેજીથી વધારો થઈ રહ્યો છે. બ્રિટને 10 જાન્યુઆરી સુધી બીએ. 2 ઉપ સ્વરુપની ઓળખ કરી હતી.

હોસ્પિટલમાં જવાનો કેટલો ખતરો

ડેનમાર્કના SSIની શરુઆતી ડેટાના જણાવ્યાનુસાર બીએ.1ની સરખામણીમાં બીએ.2 માટે હોસ્પિટલમાં દાખલ થવાના મામલામાં કોઈ અંતર નથી જોવા મળ્યું. ઓમિક્રોનના બીએ.2 હવે વેરિએન્ટમાં કોઈ એવા વિશેષ મ્યુટેશન નથી જોવા મળ્યુ. જેની મદદથી આ ડેલ્ટાથી સરળતાથી અલગ કરી શકાય. ત્યારે અનેક હેલ્થ એક્સપર્ટ્સનો દાવો છે કે આ તમામ વેરિએન્ટ આરટી-પીસીઆર ટેસ્ટથી પણ બચી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus rt pcr test stealth omicron કેસ કોરોના વાયરસ સ્ટીલ્થ ઓમિક્રોન Stealth Omicron
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ