ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અન્ય જિલ્લા / State vigilance team raided Samaroli village of Chikhli

દરોડા / ચીખલીના સમરોલી ગામે સ્ટેટ વિઝીલન્સની ટીમ ત્રાટકી, અધધ બોટલ દારૂ સાથે માતા,પુત્રની ધરપકડ, 4 વોન્ટેડ

Published By: Mahadev Dave

Last Updated: 11:01 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના સમરોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેઇડ પાડી 8.32 લાખના દારૂના જથ્થા સાથે માતા, પુત્રની ધરપકડ કરી છે. જ્યારે આ પ્રકરણમાં અન્ય 4 શખ્સોની સંડોવણી ખુલી છે.

ADVERTISEMENT

  • નવસારીના સમરોલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
  • ચીખલી પોલીસ સ્ટેશન નજીક SMCના દરોડા
  • 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની ધરપકડ

31 ફસ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરી ઉજવણીને રંગીન બનાવવા બૂટલેગરો અનેક પેતરા રચી રહ્યા છે બીજી તરફ પોલીસ પણ રીતસરની મેદાને ઉતરી બુટલેગરોની મહેનત નકામ કરી રહી છે આવી સ્થિતી વચ્ચે નવસારીમાં સ્ટેટ મોનીટરીંગ સેલને દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા સાંપડી છે.

8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરી ધરપકડ

નવસારીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમરોલી ગામેં રેઇડ પાડી હતી આ દરમિયાન બાવીબેન ઠાકોરભાઈ કોળી પટેલ તેમજ બાવીબેનનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલના મકાન આસપાસથી 8.32 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આરોપીઓએ ઘરની પાછળ આવેલ મરઘાં ફાર્મમાં દારૂનો જથ્થો સંતાડયો હતો. વધુમાં આ પ્રકરણમાં સંડોવાયેલ માતા પુત્રની ધરપકડ કરાઈ છે. જ્યારે 4 જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસે માતા-પુત્રની કરી ધરપકડ અન્ય 4 શખ્યો થયા ફરાર

આ પ્રકરણમાં અજય ઉર્ફે અજય રૂમલા, એલેક્સ ચંદ્રકાંત હળપતિ, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સૂરજ ઉર્ફે બાબુ અને જલુની સંડોવણી ખુકતા તેને વોન્ટેડ જાહેર કરાયા છે.પોલીસે ચીખલી પોલીસની નાક નીચેથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેતા ચીખલી પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Navsari ચીખલી દારૂ સમરોલી ગામ સ્ટેટ વિઝીલન્સની ટીમ Navsari

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ