બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / start banana chips making business earn daily 4000 rupee and monthly 1 lakh rupee low cost business idea
ADVERTISEMENT
અમે તમને એક એવા ખાસ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ, જેને શરૂ કરવાથી તમે રોજના 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી શકો. એ છે કેળાની ચિપ્સ બનાવવાનો બિઝનેસ. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. તેની સાથે જ આ ચિપ્સને લોકો વ્રતમાં પણ ખાય છે.

ADVERTISEMENT
કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સથી વધુ ખાય છે, જેના કારણે આ ચિપ્સ વધુ માત્રામાં વેચાય પણ છે. કેળાની ચિપ્સનું માર્કેટ સાઇઝ નાનું છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી. આ જ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાના બિઝનેસમાં વધુ સારો સ્કોપ છે.
કેળાની ચિપ્સ બનાવવા માટે જોઈએ આ સામાન
ADVERTISEMENT
કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરી ઉપયોગમાં લેવામાં આવે છે અને કાચા માલ તરીકે મુખ્ય રીતે કાચાં કેળા, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલા ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલીક મુખ્ય મશીનરી અને અન્ય ઉપકરણોની પણ જરૂર પડે છે જે નીચે મુજબ છે.
કેળાને ધોવાની ટાંકી અને કેળાને છોલવાનું મશીન
કેળાના પાતળા પાતળા ટુકડા કરવાનું મશીન
ટુકડાઓને ફ્રાય કરવાનું મશીન
મસાલા વગેરે મેળવવાનું મશીન
પાઉચ પ્રિન્ટિંગ મશીન
પ્રયોગશાળા ઉપકરણ
ADVERTISEMENT
ક્યાંથી ખરીદશો આ મશીન?
કેળાની ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા માટે તમે આ મશીન https://www.indiamart.com/ કે પછી https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે ઓછામાં ઓછી 4000-5000 sq. fit જગ્યાની જરૂર પડશે. આ મશીન 28 હજારથી લઈને 50 હજાર રુપિયા સુધીમાં મળી જશે.
ADVERTISEMENT
50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ
50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરુર પડશે. 120 કિલો કાચા કેળા આપને લગભગ 1000 રૂપિયામાં મળી જશે. તેની સાથે જ 12થી 15 લીટર તેલની જરૂર પડશે. 15 લીટર તેલ 70 રૂપિયાના હિસાબથી 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન એક કલાકમાં 10થી 11 લીટર ડીઝલ કન્ઝૂમ કરે છે. એક લીટર ડીઝલ 80 રૂપિયાના હિસાબથી 11 લીટર થાય છે જે 900 રૂપિયામાં પડશે. મોઠું અને મસાલાનો વધુમાં વધુ ખર્ચ 150 રૂપિયા થશે. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. જેનો અર્થ એ થયો કે એક કિલો ચિપ્સનું પેકેટ પેકિંગ કોસ્ટ મેળવીને 70 રૂપિયામાં પડશે. જેને તમે સરળતાથી ઓનલાઇન કે કરિયાણાની દુકાન પર 90-100 રૂપિયા પ્રતિ કિલો વેચી શકો છો.
ADVERTISEMENT
એક લાખ રૂપિયાનો નફો કરી શકશો
જો તમે એક કિલો પર 10 રૂપિયાનો નફો પણ વિચારો તો તમે દિવસના 4000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. એટલે કે મહિનામાં આપની કંપની 25 દિવસ પણ કામ કરે છે તો એક મહિનામાં એક લાખ રુપિયાની કમાણી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.