બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
માન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) શોકમાં ગરકાવ થઈ ગયો છે. કારણ કે તે પોતાની ગર્લફ્રેન્ડ જોર્જીના રોડ્રિગ્જ (Georgina Rodriguez) પાસેથી જોડિયા બાળકોની અપેક્ષા રાખતો હતો, પરંતુ સોમવારે સોશિયલ મીડિયા પર તેને ખુલાસો કર્યો હતો કે જોર્જિનાએ એક છોકરીને જન્મ આપ્યો હતો પરંતુ તેના પુત્રનું મૃત્યુ થયું હતું.
જોર્જિનાએ જાહેરાત કરી હતી કે, તેઓ ટ્વિન્સ બાળકોના માતા-પિતા બનશે
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ ટ્વિન્સ બાળકોના માતા-પિતા બનશે. ત્યાર બાદ પ્રેગ્નેન્સી દરમિયાન જોર્જિનાની અનેક તસવીરો પણ વાયરલ થઈ હતી.
— Cristiano Ronaldo (@Cristiano) April 18, 2022
ADVERTISEMENT
અમારી દીકરીનો જન્મ જ અમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે
ADVERTISEMENT
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'ઘણાં દુખ સાથે અમારે એ જણાવવું પડે છે કે અમારા નવજાત પુત્રનું નિધન થયું છે. આ સૌથી મોટું દુ:ખ છે કે જે કોઈ માતા-પિતા સહન કરી શકે. અમારી દીકરીનો જન્મ જ અમને શક્તિ આપે છે અને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ કે જેમણે અમને સાથ આપ્યો. રોનાલ્ડોએ ફેન્સને પણ પોતાની પ્રાઈવસીનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે 'અમારો પુત્ર અમારી માટે દેવદૂત હતો, અમે તેને હંમેશા પ્રેમ કરીશું.'
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ્યારે રિયલ મૈડ્રિડ માટે રમતા હતા ત્યારે તેની મુલાકાત 2016 માં જોર્જીના સાથે એક ગુચ્ચી સ્ટોરમાં થઈ હતી જ્યાં જોર્જીના કામ કરતી હતી. ત્યારથી બંને એકબીજાના રિલેશનમાં છે. જો કે રોનાલ્ડોએ હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ તે 4 બાળકોનો પિતા છે. રોનાલ્ડો 25 વર્ષની ઉંમરે પ્રથમ વખત પિતા બન્યો હતો, વર્ષ 2010 માં તેને જૂનિયર રોનાલ્ડો નામનો પુત્ર થયો. ત્યાર બાદ 2017 માં તેઓ જોડિયા (1 પુત્ર અને 1 પુત્રી) બાળકોના પિતા બન્યા. ત્યાર પછી રોનાલ્ડોને જોર્જીનાથી એક પુત્રી અલાના માર્ટિના પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.