ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sri Lanka won against Pakistan Asia Cup 2022 final match

ચેમ્પિયન / BIG NEWS : પાકિસ્તાનને 23 રનથી હરાવીને એશિયા કપ 2022નું ચેમ્પિયન બન્યું શ્રીલંકા

Published By: Hiren

Last Updated: 12:14 AM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા એશિયા કપ 2022 મુકાબલામાં શ્રીલંકા સામે પાકિસ્તાનની હાર થઇ છે.

ADVERTISEMENT

  • એશિયા કપના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાની જીત
  • શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું
  • શ્રીલંકાએ પાકિસ્તાનને આપ્યો હતો 171 રનનો ટાર્ગેટ

એશિયા કપ 2022ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું છે. ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે શરૂઆત સારી નહોતી કરી, તેમણે એક સમયે 58 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાનિંદુ હસારંગા અને ભાનુકા રાજપક્ષેએ 58 રનની ભાગીદારી કરી શ્રીલંકાને સંકટથી બહાર કાઢ્યું. હસારંગાએ 21 બોલમાં 36 રનની ઇનિંગ રમી જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. હસારંગાના આઉટ થયા બાદ પણ રાજપક્ષેએ તોફાની બોટિંગ શરૂ રાખી જેને લઇને શ્રીલંકાએ 6 વિકેટ પર 170 રન બનાવ્યા. ભાનુકા રાજપક્ષેએ 45 બોલ પર 71 રન બનાવીને અણનમ રહ્યા. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. શ્રીલંકાએ પાકિસ્તાનને જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 147 રન જ કરી શક્યું. શ્રીલંકાએ પાકિસ્તાનને ઓલ આઉટ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે.

પાકિસ્તાન ઓલઆઉટ, શ્રીલંકાએ જીત્યો એશિયા કપપાકિસ્તાન ઓલઆઉટ, શ્રીલંકાએ જીત્યો એશિયા કપ
શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા એશિયા કપ 2022નું ચેમ્પિયન બન્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને તેમણે બાબર આઝમને (5) અને ફખર જમાન (0)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદે 71 રનની પાર્ટનરશિપ કરી ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો.


જ્યારે ઇફ્તિખાર અહમદ 32 રનના સ્કોર પર આઉટ થયા તો નેટ રન-રેટનું પ્રેશર પાકિસ્તાન પર ઘણું વધી ગયું હતું. બાદમાં મોહમ્મદ રિઝવાન પણ 55 રન બનાવીને આઉટ થઇ ગયા જેને લઇને પાકિસ્તાનની ટીમ સમગ્ર રીતે મેચથી બહાર થઇ ગઇ હતી. છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી પરંતુ ચમિકા કરૂણારત્નેએ આ રન ન બનાવવા દીધા. શ્રીલંકા તરફથી પ્રમોદ મદૂસને સૌથી વધુ ચાર અને વાનિંદુ સહારંગાએ ત્રણ વિકેટ ઝડપી.

શ્રીલંકાએ 8 વર્ષ બાદ જીત્યો ખિતાબ
શ્રીલંકાની ટીમે છઠ્ઠી વખત એશિયા કપ જીત્યો છે. આ પહેલા તેઓ 1986, 1997, 2004, 2008, 2014માં પણ ચેમ્પિયન બની હતી. 

એશિયા કપ ચેમ્પિયન

  • 7 ભારત
  • 6 શ્રીલંકા
  • 2 પાકિસ્તાન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન (પ્લેઇંગ-11): બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), નસીમ શાહ, મોહમ્મદ હસનૈન.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
શ્રીલંકા (પ્લેઈંગ-11): દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, દાનુષ્કા ગુણાતિલક, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, ધનંજયા ડીસિલ્વા, વનિન્દુ હસરંગા, મહીશ તિક્ષાના, ચમિકા કરુણારત્ને, પ્રમોદ મદુસન, દિલશાન મદુશંકા.
 

સંકળાયેલા મુદ્દાઓ

asia cup 2022 pakistan shri lanka એશિયા કપ પાકિસ્તાન શ્રીલંકા asia cup 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ