બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Sri Lanka said Thanks to India who came to India at the time of economic crisis

નિવેદન / '...તો દેશમાં વધુ એક નરસંહાર થાત', આર્થિક સંકટ સમયે વ્હારે આવેલા ઇન્ડિયાને શ્રીલંકાએ કહ્યું Thanks

Priyakant

Last Updated: 10:27 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Sri Lanka Relation News: શ્રીલંકાની સંસદના સ્પીકરે આર્થિક મદદ માટે ભારતનો આભાર માન્યો, ભારતને ગણાવ્યા શ્રીલંકાના નજીકના સાથી અને વિશ્વાસપાત્ર મિત્ર

  • શ્રીલંકામાં ગયા વર્ષના આર્થિક સંકટ બાદ મોટું નિવેદન 
  • શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેવર્દેએ આપ્યું નિવેદન 
  • આર્થિક સંકટ સમયે વ્હારે આવેલા ઇન્ડિયાને શ્રીલંકાએ કહ્યું Thanks

ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ગયા વર્ષના આર્થિક સંકટથી બધા વાકેફ છે. હજુ સુધી દેશ આ સંકટમાંથી બહાર આવ્યો નથી. અહીંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આ દરમિયાન હવે શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેવર્દેનેએ શુક્રવારે આર્થિક મદદ માટે ભારતનો આભાર માન્યો હતો. તેમણે ભારતને શ્રીલંકાના નજીકના સાથી અને વિશ્વાસપાત્ર મિત્ર ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભારતે એવા સમયે શ્રીલંકાની મદદ કરી જ્યારે તે અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે શ્રીલંકા વર્ષ 2022માં વિનાશક નાણાકીય કટોકટીની પકડમાં હતો, જે 1948માં બ્રિટનથી સ્વતંત્રતા પછીની સૌથી ખરાબ સ્થિતિ હતી. તેની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિને અનુરૂપ ભારતે જ્યારે દેશ સંઘર્ષ કરી રહ્યો હતો અને કટોકટીનો સામનો કરી રહ્યો હતો ત્યારે મલ્ટીપલ ક્રેડિટ લાઇન્સ અને ચલણ સપોર્ટ દ્વારા ગયા વર્ષે શ્રીલંકાને લગભગ US$ 4 બિલિયનની બહુ-પરિમાણીય સહાયનો વિસ્તાર કર્યો હતો.

રાજધાની કોલંબોમાં ઈન્ડિયન ટ્રાવેલ કોંગ્રેસના ડેલિગેટ્સ માટેના ગાલા ડિનરમાં તેમના સંબોધન દરમિયાન મહિન્દા યાપા અબેવર્દનેએ કહ્યું, ' ભારતએ નાણાકીય કટોકટી દરમિયાન અમને બચાવ્યા નહિ તો ત્યાં વધુ એક નરસંહાર થયો હોત. સાંજના રિસેપ્શનમાં શ્રીલંકાની સંસદના સ્પીકરે તેમના રોકડ સંકટગ્રસ્ત દેશને આપવામાં આવેલી મદદ માટે ભારતનો આભાર માન્યો અને બંને દેશો અને તેમની સંસ્કૃતિઓ વચ્ચેના સભ્યતાના સંબંધો અને સમાનતાને યાદ કરી.

ભારત ખૂબ જ નજીકના સાથી અને વિશ્વાસપાત્ર મિત્ર
મહિન્દા યાપા અબેવર્દને વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને ભારત સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને રાજકીય રીતે ખૂબ જ નજીકથી જોડાયેલા દેશો છે અને સૌથી ઉપર ભારત શ્રીલંકાના ખૂબ નજીકના સાથી અને વિશ્વસનીય મિત્ર છે. ભારતે હંમેશા મુશ્કેલીમાં મદદ કરી છે. તેમણે કહ્યું 'આ વખતે પણ, આજે, મેં સાંભળ્યું છે કે ભારત આપણા દેવાના પુનર્ગઠનને 12 વર્ષ સુધી લંબાવવા માટે તૈયાર છે. ક્યારેય અપેક્ષા નહોતી કરી અને ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશે આવી સહાય આપી નથી.

ભારત દ્વારા આપવામાં આવેલી મદદને યાદ કરી શું કહ્યું ? 
તેમણે ગયા વર્ષે કટોકટી દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલી મદદને યાદ કરી. અબેવર્દનેએ કહ્યું, 'મારે તમને કહેવું જોઈએ કે ગયા વર્ષે અમારા પર જે મુશ્કેલી આવી હતી, તે દરમિયાન તમે (ભારત) અમને બચાવ્યા હતા. નહિંતર તે આપણા બધા માટે બીજો નરસંહાર થયો હોત. તેથી આ રીતે ભારત અમારી મદદે આવ્યું. તેમણે શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, શ્રીલંકાના પ્રવાસન અને જમીન મંત્રી હરિન ફર્નાન્ડો અને શ્રીલંકાની સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ટિપ્પણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ