ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Spouse called this! Salute husband by teaching his wife what he is doing

પ્રેરણા / જીવનસાથી આને કહેવાય! પત્નીને ભણાવવા પતિ જે કરી રહ્યો છે તે જાણીને કરશો સલામ

Published By: Intern

Last Updated: 10:46 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોરશોરથી પરીક્ષાની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં એક અજીબ કિસ્સો ધ્યાને આવ્યો છે. એક પરીક્ષાર્થી પાયલબહેન રોજ પોતાની દિકરી સાથે પરીક્ષા આપવા અમદાવાદ આવે છે. અધુરામાં પુરા તેના પોસ્ટ માસ્ટર પતિ પણ પત્ની અને દીકરીને સાચવવા રોજ 80 કિમી જેટલું અંતર કાપી અમદાવાદ આવે છે. પરિવારની જવાબદારી સાથે પાયલ બહેન પોતાના અભ્યાસને પણ મહત્વ આપી રહ્યા છે.

ADVERTISEMENT

  • પરીક્ષા આપવાં પાયલ પતિ અને દીકરી સાથે 80 કિમી અંતર કાપી આવે છે
  • અમદાવાદની HK કોલેજના પ્રાંગણમાં રોજ દીકરી માટે ઘોડિયું બંધાય છે
  • લગ્ન પહેલાં ગ્રેજ્યુએશન પુરું ન થયું એટલે દીકરી આવ્યા પરીક્ષા આપી રહી છુંઃ પાયલ 

પાયલ બહેન હાલમાં ઈકોનોમિક્સ સાથે B.A. કરી રહ્યા છે.  પોસ્ટ માસ્ટર પતિ હાર્દિક સોલંકીના પત્ની પાયલ B.Aના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા આપી શકે તે માટે પાંચ મહિનાની દીકરીને લઈ 80 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પરીક્ષા આપવા આવે છે. નવાઈની વાત તો એ છે કે જયારે પત્ની પાયલ પરીક્ષા આપવા જાય ત્યારે પતિ દીકરીને પરીક્ષાખંડની બહાર પારણે ઝુલાવે છે. 

ઇકોનોમિક્સ સાથે B.A કરવું હતું પત્નીને 

પાયલ બહેનના પતિ હાર્દિક સોલંકીએ જણાવ્યું કે, 2017માં મારા પાયલ સાથે લગ્ન થયા પછી સપ્ટેમ્બર 2019માં અમારે ત્યાં દીકરી આવી હતી. લગ્ન પછી પાયલને ઇકોનોમિક્સ સાથે B.A કરવાનો વિચાર આવ્યો.  છેલ્લા બે વર્ષમાં તેણે ચાર સેમિસ્ટર ક્લિયર કર્યા હતા. જોકે પાંચમાં સેમિસ્ટરની એક્ઝામને મહિનો બાકી હતો ત્યાં જ અમારે ત્યાં દીકરી આવી. જેના લીધે પાયલ એક્ઝામ ન આપી શકી. જેથી હવે પાંચમા સેમિસ્ટરની પરીક્ષા અત્યારે આપવી પડી.

મારા મતે મહિલાનું શિક્ષણ એવી જ્યોત છે જે બે ઘરને ઉજાળે છે: હાર્દિકભાઈ 

મારા મતે મહિલાનું શિક્ષણ એવી જ્યોત છે જે બે ઘરને ઉજાળે છે. જો માતા પાસે જ્ઞાન હશે તો જ નવી પેઢી શિક્ષિત બનશે તેવું અમારો પરિવાર માને છે. હાલમાં વડોદરા જિલ્લાનાં રણોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતાં હાર્દિક સોલંકી મૂળ અમદાવાદ જિલ્લાનાં ગુંદી ગામનાં વતની છે. અમદાવાદથી ગુંદી 80 કિમી દૂર હોય રોજ સવારે હાર્દિક અને પાયલ 4.30 વાગ્યે ઉઠીને 6 વાગે અમદાવાદ પરીક્ષા આવવા નીકળી પડે છે. બે કલાક પછી તેઓ આશ્રમ રોડ પર પહોંચે છે. જ્યાં પાયલ દીકરીને ખવડાવીને 8.30 વાગ્યે એક્ઝામ આપવા પહોંચી જાય છે.

પતિ ગાડીમાં જ ઘોડિયું લઇને આવે છે

એક્ઝામ 11 વાગ્યા સુધી ચાલતી હોવાથી પિતા દીકરીને ખલેલ ન પહોંચે તેની પૂરી કાળજી રાખે છે. હાર્દિકભાઇ ગાડીમાં જ ઘોડિયું લઇને આવે છે. HK કોલેજનાં પ્રાંગણમાં જ ગાડી પાર્ક કરીને ઘોડિયું પાથરીને દીકરીને તેમાં સૂવડાવી દે છે. દીકરીનું ગળું ન સૂકાય તેથી થોડી થોડી વારે ચમચીથી મોઢું ભીનું કરી આપે છે.

એક સમયે એવું લાગ્યું કે ગ્રેજ્યુએશનનું સપનું પુરુ નહીં થાય

દીકરીની માતા પાયલ સોલંકીએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં સુરતમાં હું મારું ગ્રેજ્યુએશન પુરું કરી શકી ન હતી. લગ્ન પછી પરિવારનાં સભ્યોએ ઉત્સાહ વધારતાં નવેસરથી ગ્રેજ્યુએશન શરૂ કર્યું. પહેલાં ચાર સેમિસ્ટર સારા માર્ક સાથે પાસ કર્યા. દીકરી આવી એટલે ચિંતા થઇ કે ગ્રેજ્યુએશનનું સપનું પુરુ નહીં થાય. જોકે હાર્દિક વડોદરાથી સુરત મને લેવા આવ્યા અને છેલ્લા એક અઠવાડિયાથી દીકરીને સંભાળી લીધી છે. જેથી હું વાંચી શકું છું. હાર્દિકભાઈએ દીકરીની સંભાળ કરતાં એક પણ વખત મને એક્ઝામમાં ખલેલ નથી પહોંચી.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Husband-wife Inspiration Teaching ahmedabad અભ્યાસ અમદાવાદ પતિ પત્ની પ્રેરણા Inspiration

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ