ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2026: GTનો વિજય છતાં કેપ્ટન ગિલ પર BCCI એ લગાવ્યો 12 લાખનો દંડ, જાણો કેમ

Sports / IPL 2026: GTનો વિજય છતાં કેપ્ટન ગિલ પર BCCI એ લગાવ્યો 12 લાખનો દંડ, જાણો કેમ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:07 PM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સે બુધવારે IPL 2026માં તેમની પહલે જીત મેળવી. ટીમે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું પણ મેચ જીતવા છતાં પણ ટીમના કેપ્ટન ગિલ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાણો કેમ.?

ADVERTISEMENT

Shubman Gill Fined: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે એક યાદગાર રોમાંચક મુકાબલો બની રહ્યો. છેલ્લા બોલ સુધી શ્વાસ અટકાવી દે તેવોઆ મુકાબલો આખરે ગુજરાતના પક્ષે ગયો. જ્યાં ટીમે માત્ર 1 રનથી શાનદાર જીત મેળવી. બેટિંગ, બોલિંગ અને ડ્રામાથી ભરપૂર આ મેચમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા.

ગુજરાત ટાઇટન્સની ધમાકેદાર બેટિંગ અને જીત

બુધવારે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ટીમના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) સહિત ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેના કારણે ટીમે 210 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો. આ ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સે પણ જોરદાર શરૂઆત કરી. કે. એલ રાહુલે ( KL Rahul) એ 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી. જ્યારે પાથુમએ 41 રન બનાવ્યા. અંતમાં ડેવિડ મિલર (David Miller)એ જીત માટે જોરદાર લડત આપી. પરંતુ છેલ્લી બોલ પર ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. આખરે ગુજરાત ટાઇટન્સે માત્ર 1 રનથી મેચ પોતાના નામે કરી.

જીતવા છતાં ગિલને કેમ ફટકારાયો 12 લાખ રૂપિયાનો દંડ

મેચ બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ માટે ખરાબ સમાચાર આવ્યા. ટીમે રસાકસી ભરી મેચ 1 રનથી જીતી હોવા છતાં કેપ્ટનને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જેનું કારણ છે તેની ધીમી ઓવર રેટ. તેને ધીમા ઓવર-રેટના કારણે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ આ ઘટના IPLની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ આવે છે. જે ઓવર-રેટ સંબંધિત નિયમોને લગતી છે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો આ પહેલો ગુનો હતો. જો ટીમ ફરી આવી ભૂલ કરે છે તો ગિલને 24 લાખ રૂપિયાનો દંડ થશે અને ટીમના અન્ય ખેલાડીઓને પણ 12 લાખ સુધીનો દંડ થઈ શકે છે. અને જો ત્રીજી વાર આ ભૂલ થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લગાવવાનો નિયમ હવે દૂર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કિલર મિલરનો કોન્ફિડન્સ દિલ્હી પર પડ્યો ભારે, GTએ 1 રનથી હરાવી IPL 2026માં ખોલ્યું ખાતુ

રાશિદ ખાનની બોલિંગમાં જાદૂ, બન્યા મેચના હીરો

દિલ્હી કેપિટલ્સ જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે મેચનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અહીં રાશીદ ખાન (Rashid Khan)એ પોતાની ઘાતક બોલિંગથી મેચનો રૂખ બદલ્યો. તેમણે 4 ઓવરમાં માત્ર 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેમના શિકારમાં નીતિશ રાણા Nitish Rana (5), સમીર રીઝવી Sameer Rizvi (0) અને અક્ષર પટેલ Axar Patel (2) સામેલ હતા. ખાસ કરીને રિઝવી કે જેણે અગાઉની બે મેચમાં અડધી સદી ફટકારી હતી તેમને રાશિદે ખાતું પણ ખોલવા દીધું નહોતું. તેમના આ શાનદાર પ્રદર્શન માટે તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

શુભમન ગિલ Gujarat Titans win Shubman Gill fine

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ