બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત ઈંગ્લેન્ડ સેમી ફાઈનલ : વાનખેડેમાં વરસાદ બગાડશે ખેલ કે થશે ફૂલ મેચ? જાણો મુંબઈની મોસમ
Last Updated: 12:55 PM, 5 March 2026
India vs England T20 World Cup Semi Final: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર T 20 World Cup 2026ના સેમિફાઇનલના શું થશે? વરસાદ આવશે ? શું કોઈ પ્રકારના હવામનનો ખતરો છે? તાપમાન કેવું રહેશે? આવો જાણીએ કે આજે માહોલ કેવો રહેશે. ઉલ્લેખનીય છે કે આ સતત ત્રીજીવર છે જ્યારે બંને ટીમો ટી 20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં આમને સામને હશે.
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમોએ ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. પરંતુ સુપર 8ના અંતિમ રાઉન્ડમાં બંને ટીમો ફરી સારા ફોર્મમાં જોવા મળી છે. ટીમ ઈન્ડિયાએ સુપર 8માં પોતાની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરીને સેમિફાઇનલમાં સ્થાન મજબૂત કર્યું છે. હવે ભારતીય ટીમનું લક્ષ્ય ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચવાનું છે.
આ ટુર્નામેન્ટના પહેલા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. તેથી હવે બીજી સેમિફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો જીતનાર ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. બંને ટીમોમાં ઘણા સ્ટાર ખેલાડીઓ હોવાથી આ મેચ ખૂબ જ રસપ્રદ બનવાની અપેક્ષા છે. ચાહકો માટે પણ આ મેચ ખાસ છે કારણ કે બંને ટીમો વચ્ચે સેમિફાઇનલમાં કડક ટક્કર જોવા મળે છે.
ADVERTISEMENT
All roads lead to the iconic Wankhede Stadium 🛣️🏟️
— BCCI (@BCCI) March 4, 2026
The semi-final beckons for #TeamIndia 🇮🇳#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/lMnfegdjWg
T 20 World Cupના ઇતિહાસમાં આ સતત ત્રીજી વખત હશે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં આમને-સામને આવી રહ્યા છે. 2022માં એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોકે 2024ના T 20 World Cupમાં ટીમ ઈન્ડિયાએ ગયાનામાં ઈંગ્લેન્ડને હરાવીને તે હારનો બદલો લીધો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટનું ટાઇટલ પણ જીત્યું હતું. હવે 2026માં ફરી એકવાર બંને ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ રહી છે. જેના કારણે મેચને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મેચ પહેલા હવામાન પણ એક મહત્વનો મુદ્દો બની રહે છે. મુંબઈમાં રમાનારી આ સેમિફાઇનલ મેચ માટે હવામાન અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ગુરુવારે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે અને વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. તાપમાન 27 થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. જ્યારે ભેજનું પ્રમાણ 60 ટકાથી વધુ હોઈ શકે છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે ત્યારે તાપમાન લગભગ 33 ડિગ્રી રહેશે અને રાત્રે આગળ વધતા તે થોડું ઘટીને લગભગ 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેથી ચાહકોને આખી મેચ નિરાંતે માણવાની તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.