ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ગિલનું ધ્યાન ન હતું પણ સારા જોતી જ રહી, વાયરલ વીડિયોથી ફરી અફેરની ચર્ચા ઉપડી!

ક્રિકેટ / VIDEO: ગિલનું ધ્યાન ન હતું પણ સારા જોતી જ રહી, વાયરલ વીડિયોથી ફરી અફેરની ચર્ચા ઉપડી!

Published By: Vidhata Gothi

Last Updated: 08:12 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shubman Gill-Sara Tendulkar Viral Video: શુભમન ગિલ અને સારા તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગિલ એક અજાણી યુવતી સાથે વાત કરતો દેખાઈ રહ્યો છે અને સારા તેને જોઈ રહી છે. જુઓ વીડિયો.

ADVERTISEMENT

India vs England Test: ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. જેમાંથી 3 મેચ રમાઈ ચૂકી છે. આ વખતે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યા છે અને અત્યાર સુધી સીરીઝમાં ગિલનું પ્રદર્શન સારું રહ્યું છે. દરમિયાન તાજેતરમાં સીરીઝ વચ્ચે શુભમન ગિલની સાથે આખી ઇન્ડિયન ટીમ અને કેટલાક અનુભવી ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં જ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની એક ચેરિટી ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ હાજર હતી. હવે હવે આ ઇવેન્ટનો શુભમન ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોઈ અજાણી યુવતી સાથે વાત કરતો દેખાઈ રહ્યો છે. ત્યારે આ જ વીડિયોમાં પાછળ સારા તેંડુલકર પણ રિએક્શન આપતી દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ઉડી રહી છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી છે. જો કે, આજ સુધી બંને દ્વારા આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી, તેથી ચાહકો આવા અનુમાનો લગાવતા રહે છે. સારા તેંડુલકર પણ તેના માતાપિતા સાથે ઇંગ્લેન્ડમાં યુવરાજ સિંહના ચેરિટી કાર્યક્રમમાં આવી હતી, હવે આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં શુભમન ગિલ અને સારા તેંડુલકર દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શુભમન ગિલ એક યુવતી સાથે વાત કરી રહ્યો છે અને તેની પાછળ બેઠેલી સારા તેંડુલકર ફરીને એ બાજુ જુએ છે જ્યાં ગિલ એક અજાણી યુવતી સાથે વાત કરી રહ્યો છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Vtv App Promotion 2

ચોથી ટેસ્ટમાં જોવા મળશે ગિલનો કમાલ!

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઇંગ્લેન્ડે સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ જીતીને સીરીઝને 2-2થી બરાબર કરવા માંગશે.

આ પણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો નિર્ણય, ઈંગ્લેન્ડ સામે એકસાથે રમશે ત્રણ વિકેટ કીપર!

આ મેચમાં બધાની નજર શુભમન ગિલ પર રહેશે. ગિલે સીરીઝની પહેલી અને બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી. અત્યાર સુધીમાં ભારતીય કેપ્ટને આ સીરીઝમાં 600 થી વધુ રન બનાવ્યા છે, તેથી ચાહકો માન્ચેસ્ટર ટેસ્ટમાં ગિલ પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sara Tendulkar Shubman Gill Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ