બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મહિલા વર્લ્ડ કપ 2025 જીતતા ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ, ICC એ આપ્યું અધધ 1,225,000,000 કરોડનું ઇનામ
Last Updated: 06:33 AM, 3 November 2025
India Women Cricket Team World Cup Prize Money: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2025ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર World Champion બની. ગઇકાલે રવિવારે 2 નવેમ્બરની રાત્રે નાવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરતા 7 વિકેટે 298 રન બનાવ્યા અને પછી દક્ષિણ આફ્રિકાને 246 રનમાં પેવેલિયન ભેગું કરી દીધું. 2005 અને 2017ની હાર બાદ આખરે ભારતે 52 વર્ષના અંતે આખરે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ADVERTISEMENT
#WATCH | Mumbai | BCCI Secretary Devajit Saikia says, "... Since Jay Shah took charge of the BCCI, he has brought about many transformations in women's cricket. Pay parity was also addressed. Last month, ICC Chairman Jay Shah increased women's prize money by 300%. Earlier, the… https://t.co/lcNdCOagzX pic.twitter.com/jh6nHA7Qd7
— ANI (@ANI) November 2, 2025
ADVERTISEMENT
આ વખતે ICCએ ઇતિહાસ રચતા કુલ ₹122.5 કરોડ (US$4.48 મિલિયન)ની ઇનામી રકમ જાહેર કરી. વિજેતા ભારતને ₹39.55 કરોડ, જ્યારે રનર-અપ દક્ષિણ આફ્રિકાને ₹19.77 કરોડ મળ્યા. સેમિફાઇનલમાં હારેલી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને ₹9.89 કરોડ મળ્યા. બાકી ટીમોને તેમની રેન્કિંગ મુજબ ₹2.2 મિલિયનથી ₹6.2 મિલિયન વચ્ચેની ઇનામી રકમ અપાઈ. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોટું ઇનામી વિતરણ ગણાય છે.
ADVERTISEMENT
ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની જીતનો મુખ્ય આધાર રહ્યો શેફાલી વર્માનો અને દીપ્તિ શર્માનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ. શેફાલીએ 78 બોલમાં 87 રન બનાવી ધમાલ મચાવી, તેમજ બે મહત્વની વિકેટો ઝડપી. દીપ્તિ શર્માએ બોલિંગમાં જાદૂ બતાવીને પાંચ વિકેટ લીધી, જેમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડની સદી ઇનિંગનો અંત પણ શામેલ હતો.
Moments etched in history 🤩 #CWC25 pic.twitter.com/QexK9A1yGE
— ICC (@ICC) November 2, 2025
ADVERTISEMENT
વધુ વાંચો:
વિજયની ઉજવણી અને દેશભરમાં ખુશી
ADVERTISEMENT
દીપ્તિની બોલિંગમાં હરમનપ્રીતે કેચ પકડતા જ આખું સ્ટેડિયમ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. ભારતના દરેક ખૂણે આ ઐતિહાસિક જીતની ઉજવણી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર #WomenInBlue, #WorldCup2025 અને #ShePowerIndia જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ જીતથી મહિલા ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ છે, જેમાં ભારત વિશ્વના ટોચ પર પહોંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.