ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ભારતીય બોલરો સામે પાકિસ્તાન ઘૂંટણીયે, ટીમ ઈન્ડિયાને જીત માટે 128 રનનો ટાર્ગેટ

સ્પોર્ટ્સ / ભારતીય બોલરો સામે પાકિસ્તાન ઘૂંટણીયે, ટીમ ઈન્ડિયાને જીત માટે 128 રનનો ટાર્ગેટ

Published By: Maulik Patel

Last Updated: 10:12 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાનની મેચ દુબઈ ખાતે રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ભારતને 128 રનનો ટાર્ગેટ આપ્યો. .

ADVERTISEMENT

એશિયા કપ 2025ની સૌથી જુસ્સાદાર અને રાહ જોવાતી છઠ્ઠી મેચમાં ભારત અને પાકિસ્તાન દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને આવ્યા છે. ક્રિકેટ રસિકો માટે આ ‘મહામુકાબલો’ સમાન છે અને બંને દેશોની ટીમોએ પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ઉતારી છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ભારતને 128 રનનો ટાર્ગેટ આપ્યો.

ભારતીય બોલિંગની શાનદાર શરૂઆત

ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય બોલર્સે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. પ્રથમ ઓવરમાં જ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે વિકેટ ઝડપી, જેને કારણે પાકિસ્તાનની ટોપ ઓર્ડર ગંભીર દબાણમાં આવ્યો હતો. બુમરાહની ઝડપ અને ચોકસાઈભરી યોર્કર્સે બેટ્સમેનોને ખચકાવવા મજબૂર કર્યા, જ્યારે હાર્દિકના લાઈન અને લેન્થના દબદબા સામે પાકિસ્તાનના ઓપનર્સ બેચેન જણાયા. દુબઈની પીચને સામાન્ય રીતે બેલેન્સ્ડ પીચ માનવામાં આવે છે. શરૂઆતની ઓવર્સમાં ઝડપી બોલરોને સ્પોર્ટ મળે છે, જે ભારતના બોલિંગ યુનિટ માટે ફાયદાકારક નીવડ્યું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાની જોડી પાકિસ્તાની બેટ્સમેનો પર હાવી રહી. બીજી બાજુ, મેચ જેમ આગળ વધી, તેમ સ્પિનર્સ માટે પીચ વધુ અનુકૂળ બનતી ગઈ.

ભારતીય સ્પિનર્સનો જાદુ છવાયો

પાકિસ્તાનના મધ્યમક્રમ માટે ઓલરાઉંડર અક્ષર પટેલ, સ્પિનર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી મોટી ચેલેન્જ બન્યા હતા. અક્ષર પટેલે આક્રમક શરૂઆત કરીને વિકેટ ઝડપી હતી. કુલદીપની ટર્ન અને ફ્લાઈટ્સના કારણે બેટ્સમેનોએ રન બનાવવામાં સંઘર્ષ કર્યો. કુલદીપ યાદવે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને આક્રમક શરૂઆત કરી હતી. વરુણે પણ ટાઈટ લાઈન અને વેરીએશનથી બેટ્સમેનોને બાંધી રાખ્યા. પાવરપ્લે પછીના ઓવર્સમાં ભારતીય સ્પિનર્સે રન ફલોઅને બંધ કરીને પાકિસ્તાનને 100 રનની અંદર જ 5 વિકેટે રોકી દીધું.

બંને ટીમની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે

app promo1

ઈન્ડિયન પ્લેઈંગ 11

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી

વધુમાં વાંચો: ભયાનક ભૂકંપથી ધણધણી ઉઠ્યું આસામ, તીવ્રતા 5.8, લોકો ઘરની બહાર દોડ્યા

પાકિસ્તાન પ્લેઈંગ 11

સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Asia Cup 2025 rivalary match Dubai International cricket stadium

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ