બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 51 વર્ષની ઉંમરે સચિને ફટકાર્યો એવો શૉટ કે દર્શકો જોતા જ રહી ગયા, જુઓ Video
Last Updated: 01:06 PM, 17 March 2025
દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળની ભારતીય માસ્ટર્સ ટીમે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને હરાવીને ટાઇટલ જીત્યું. બ્રાયન લારાની ટીમ પહેલા બેટિંગ કરવા આવી અને 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અંબાતી રાયડુની તોફાની ફિફ્ટીના બળ પર ઇન્ડિયા માસ્ટર્સે 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને વિજયનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ટ્રોફી જીતી લીધી.
ADVERTISEMENT
સચિને જીત્યા દર્શકોના દિલ
સચિન તેંડુલકરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ફાઇનલમાં પોતાના પ્રખ્યાત શોટ્સ રમ્યા અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) ની છેલ્લી મેચમાં ચાહકોને ઘણું મનોરંજન આપ્યું. 51 વર્ષની ઉંમરે તેમણે અપર કટ અને ઘૂંટણિયે બેસીને જે રીતે શોટ્સ માર્યા કે દર્શકોના દિલ જીતી લીધા અને હાલ તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
𝐓𝐫𝐚𝐝𝐞𝐦𝐚𝐫𝐤 𝐓𝐞𝐧𝐝𝐮𝐥𝐤𝐚𝐫 Upper cut! 🤌
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 16, 2025
Watch the Grand Finale 👉 LIVE now on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! 📺📲#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/N7u94Tfp8h
ક્લાસિક અપર કટ
ADVERTISEMENT
માસ્ટર બ્લાસ્ટરે જેરોમ ટેલરના બોલને બાઉન્ડ્રીની પાર મોકલવા માટે તેનો ક્લાસિક અપર-કટ રમ્યો. તેંડુલકરે મેદાનમાં પોતાના સિગ્નેચર કવર ડ્રાઈવ અને ફ્લિકથી રન બનાવ્યા. 51 વર્ષીય તેંડુલકરે 18 બોલમાં 25 રનની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ટીનો બેસ્ટના એક ઝડપી બોલે તેમની ઇનિંગનો અંત લાવી દીધો.
વધુ વાંચો: પહેલા મિસફીલ્ડ કરી પછી બેટરને એવી જગ્યાએ માર્યો થ્રો કે ચીખ નીકળી, જૂનો વીડિયો ફરી થયો વાયરલ
ADVERTISEMENT
દર્શકોને યાદ આવ્યા જુના દિવસો
આ મેચ SVNS ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં લગભગ 50000 દર્શકોએ જોઈ હતી. ઇન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સને 148/7 સુધી મર્યાદિત રાખ્યા અને પછી તેંડુલકર (25) અને અંબાતી રાયડુ (74) એ 67 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. તેંડુલકર અને રાયડુએ શાનદાર બેટિંગ કરી અને દર્શકોને જૂના દિવસોની યાદ અપાવી દીધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.