બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : શું રોહિત શર્મા વનડેમાંથી નિવૃતિ લેશે?, પોતે જ કરી દીધો ખુલાસો

ક્રિકેટ / VIDEO : શું રોહિત શર્મા વનડેમાંથી નિવૃતિ લેશે?, પોતે જ કરી દીધો ખુલાસો

Published By: Jay Bhatt

Last Updated: 11:56 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માના વનડેમાંથી નિવૃત્તિ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. ત્યારે હવે હિટમેનનું વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગેનું નિવેદન બહાર આવ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર તેમજ પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્વતંત્રતા દિવસ વિશેની તેમની યાદો, ઉજવણીઓ અને લાગણીઓ વિશે પોસ્ટ કરી હતી. સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી અને રોહિત શર્મા સુધી, અનેક ક્રિકેટરે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેને ચાહકો તેમને ખૂબ જ રસથી વાંચી રહ્યા છે. જો કે આ વચ્ચે રોહિત શર્માનું નિવેદન વાયરલ થયું છે, જેમાં તે કઈ રહ્યો છે 'રિટાયર લઈ લઉં'?

નિવૃત્તિ અંગે વિચારો વ્યક્ત કર્યા

રોહિત શર્મા ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે આ ખેલાડીના વનડેમાંથી નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. પરંતુ હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રોહિત શર્માએ ખુલ્લેઆમ વનડેમાંથી નિવૃત્તિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રોહિત શર્માનો આ વીડિયો ભારતીય ક્રિકેટર ઋષભ પંત દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં જોવા મળે છે. રોહિત શર્માએ ODIમાંથી નિવૃત્તિના પ્રશ્ન પર શું કહ્યું? જવાબ તમારે સાંભળવો જ જોઈએ. વાયરલ વીડિયોથી ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

Vtv App Promotion

શું કહ્યું રોહિત શર્માએ?

ઋષભ પંત દ્વારા પોસ્ટ કરાયેલ આ વીડિયો 9 માર્ચ, 2025નો છે, પાંચ મહિના પહેલા, જ્યારે ભારતે દુબઈમાં ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ 1 મિનિટ 46 સેકન્ડના વીડિયોમાં, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાન પર મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયોના અંતે, જ્યારે કેમેરા કેપ્ટન અને મેન ઓફ ધ મેચ રોહિત શર્મા સુધી પહોંચે છે, ત્યારે તે હાથમાં સ્ટંમ્પ લઈને આવતો જોવા મળે છે. ઋષભનો અવાજ સંભળાય છે, 'ભૈયા યે સ્ટમ્પ લેકે કહા જા રહે હો?' જેના જવાબમાં રોહિત શર્મા કહે છે, 'ક્યાં મે રિટાયરમેન્ટ લે લુ?'

વધુ વાંચો : IPLમાં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાંથી બહાર! આ 5 ખેલાડીઓ પર ખતરો!

રોહિતની ટેસ્ટ, વનડે અને T20 રેકોર્ડ

રોહિતે ભારત માટે 67 ટેસ્ટ મેચોમાં 40.57 ની સરેરાશથી 4301 રન બનાવ્યા છે, જેમાં તેણે 12 સદી અને 18 ફિફ્ટી ફટકારી છે. જ્યારે 159 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, પૂર્વ ભારતીય કેપ્ટને 32.05ની સરેરાશથી 4231 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં, રોહિતે 5 સદી અને 32 ફિફ્ટી ફટકારી છે. ભારતીય કેપ્ટને 273 ODI મેચોમાં 48.76ની સરેરાશથી 11168 રન બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Viral Video Cricket Sports

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ