બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હવે આ ટૂર્નામેન્ટમાં રમતા દેખાશે વિરાટ કોહલી-રિષભ પંત, જુઓ સંભવિત પ્લેયર્સનું લિસ્ટ
Last Updated: 10:34 PM, 11 December 2025
ભારતની ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટોમાંથી એક ગણાતી વિજય હઝારે ટ્રોફી 2025–26 માટે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશને 50 સભ્યોની સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બે સૌથી મોટા અને ચર્ચામાં રહેલા નામ છે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય વ્યસ્તતા પૂરી થયા બાદ ટૂર્નામેન્ટ માટે દિલ્હી ટીમ સાથે જોડાશે.
ADVERTISEMENT
DDCA has announced the list of probables for the Vijay Hazare Trophy, which includes Virat Kohli and Rishabh Pant.#ViratKohli #RishabhPant pic.twitter.com/jXLrehzefi
— CricTracker (@Cricketracker) December 11, 2025
આ પસંદગી અંગે બુધવારે દિલ્હીના સિલેક્ટર્સની બેઠક યોજાઈ હતી, જેમાં DDCAના અધિકારીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગી સમિતિ હાજર હતા. આ બેઠકના અંતે સંભાવિત ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી. DDCAએ સ્પષ્ટ કર્યું કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટીમમાંથી જ મોટાભાગના ખેલાડીઓને લેવામાં આવ્યા છે, તેમજ વિરાટ કોહલી અને ઋષભ પંતને ખાસ રૂપે વિજય હઝારે ટ્રોફી માટે સામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

વિરાટ કોહલી માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ ખાસ છે, કારણ કે 2009–10 સીઝન પછી પહેલી વાર તેઓ દિલ્હી માટે વિજય હઝારે ટ્રોફી રમવા જઈ રહ્યા છે. કોહલીએ પોતાના પ્રારંભિક દિવસોમાં આ ટૂર્નામેન્ટમાં 13 મેચમાં 819 રન બનાવ્યા હતા અને તેમનો સરેરાશ 68.25નો રહ્યો હતો. 4 શાનદાર સદી સાથે કોહલી એ સમયે ઘરેલુ ક્રિકેટમાં પોતાની છાપ છોડીને ગયા હતા.
ADVERTISEMENT
દિલ્હી ટીમની નજર આ વખતે સ્પર્ધાત્મક પ્રદર્શન પર છે. કારણ કે તાજા સીઝનમાં રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. હવે કોહલીની વાપસીથી ટીમમાં નવો ઉત્સાહ, અનુભવ અને મજબૂતી આવશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ઋષભ પંત પણ પોતાની આક્રમક બેટિંગ અને ટીમ લીડરશિપથી ટીમને મોટું ફાયદો પહોંચાડી શકશે. બંને ખેલાડીઓની જોડીએ દિલ્હી માટે નવા દાવ પેચ ઉભા કર્યા છે.

ADVERTISEMENT
વિજય હઝારે ટ્રોફી 2025–26માં દિલ્હી ટીમ ગ્રુપ-ડીમાં ભાગ લેશે. ટીમના લીગ મુકાબલાઓનો કાર્યક્રમ કંઈક આ રીતે છે.
ADVERTISEMENT
આ સિરીઝમાં લગભગ દરેક મેચ દિલ્હી માટે મહત્વપૂર્ણ રહેશે. કોહલી અને પંતની ઉપસ્થિતિથી સ્પર્ધાના દરેક મુકાબલામાં દર્શકો દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવશે. ક્રિકેટપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
DDCA દ્વારા જાહેર કરાયેલી 50 સંભાવિત ખેલાડીઓની યાદીમાં યુવા પ્રતિભાઓથી લઈને અનુભવી ખેલાડીઓ સુધીને સ્થાન આપવામાં આવ્યું છે. દેવ લાકડા, દિવિજ મહેરા, યુગલ સૈની, સુજલ સિંહ, અમન ભારતી, સક્ષમ શર્મા, હૃતિક શૌકીન સહિત અનેક યુવા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. આ બધા માટે વિરાટ કોહલી અને ઋષભ પંત સાથે રમવાનો અનુભવ કારકિર્દી માટે સોનામાં સુહાગા સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટર દીપક ચહરની પત્નીએ કાળા ડ્રેસમાં છલકાવ્યું હુસ્ન, જયાને જોઈને ફેન્સ થયા લટ્ટુ
આ ટૂર્નામેન્ટને લઈને DDCA અને દિલ્હી ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ છે. ટીમમાં બે આંતરરાષ્ટ્રીય સ્તરના સુપરસ્ટાર્સની હાજરીથી પ્રતિસ્પર્ધી ટીમો માટે પણ દિલ્હી સામે ટક્કર આપવી પડકારરૂપ બની શકે છે. આગામી દિવસોમાં ટીમની આખરી પસંદગી અને સ્ટ્રેટેજી જાહેર થશે, પરંતુ પહેલાથી જ સ્પષ્ટ છે કે આ વખતની દિલ્હી ટીમનું કમ્બિનેશન ખૂબ જ મજબૂત બનવા જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.