બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : બેટરે બોલરોને ઝૂ઼ડીને કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, 22 બોલમાં જ ફટકારી દીધા 110 રન
T20 Blast: ક્રિકેટમાં ફરી એકવાર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. બેટરે જે બોલરની બરોબરની ધોલાઈ કહી હતી. વિસ્ફોટ ઈનિંગથી વિરોધી હાફળીફાફડી બની ગઈ હતી. સ્ટેડિયમનો એક પણ ખુણો નહીં જ્યાં બેટરે શોટ ન ફટકાર્યો હોય. આવી ઈનિંગ જુજ જ જોવા મળે છે.
ADVERTISEMENT
બેટરે તોફાની ઈનિંગથી ચોંકાવ્યા
ગુરુવારે રમાયેલી T20 બ્લાસ્ટ મેચમાં, 24 વર્ષીય વિકેટકીપર બેટરે તોફાની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા. જોર્ડન કોક્સે આ ઇનિંગમાં ફક્ત છગ્ગા અને ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. આ ઇનિંગે એસેક્સને હેમ્પશાયર સામે 4 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી.
ADVERTISEMENT
🎆 Watch the full highlights of Jordan Cox’s explosive innings as sixes rained down over Chelmsford!
— Essex Cricket (@EssexCricket) July 17, 2025
▶️ https://t.co/cjOWQVOsus
🦅 #EaglesRise pic.twitter.com/MhsdJiNsF7
ટીમને અપાવી જોરદાર જીત
ADVERTISEMENT
પ્રથમ બેટિંગ કરતા, હેમ્પશાયરએ 220 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટોબી આલ્બર્ટે 84 રનની સારી ઇનિંગ રમી હતી, હિલ્ટન કાર્ટરાઇટે 23 બોલમાં ઝડપી 56 રન બનાવ્યા હતા, જેમાં તેણે 5 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ બંને ઇનિંગ જોર્ડન કોક્સની ઇનિંગથી ઢંકાઈ ગઈ હતી, જેના કારણે એસેક્સને જીત મળી હતી.
વધુ વાંચો : 4થી ટેસ્ટ પહેલાં ડ્રેસિંગ રુમમાં ભારતીય ખેલાડીઓએ કર્યો હનુમાન ચાલીસનો પાઠ, ભારે ભક્તિભાવ દેખાયો
ADVERTISEMENT
બોલરનો ઝૂડી કાઢ્યા
જોર્ડન કોક્સે 60 બોલમાં 231.67ના સ્ટ્રાઇક રેટથી 139 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને વિજય તરફ દોરી ગયો હતો. આ ઇનિંગમાં તેણે 11 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા, એટલે કે, જો આપણે તેમને ફક્ત ગણીએ તો, તેણે 22 બોલમાં 110 રન બનાવ્યા હતા. સ્ટેડિયમમાં બેટરની બેટિંગ જોઈને ક્રિકેટ ફેન્સને પણ મોજ પડી ગઈ હતી. જો કે વિકેટ કીપર બેટર જોર્ડન કોક્સ સિવાય બીજો કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહીં.
ADVERTISEMENT
Watch every boundary of a STUNNING 139 not out from Jordan Cox 😳 pic.twitter.com/jO1sIHhAwW
— Vitality Blast (@VitalityBlast) July 17, 2025
પોઈન્ટ ટેબલમાં ક્યાં છે બંને ટીમો?
ADVERTISEMENT
આ જીત પછી પણ, T20 બ્લાસ્ટના દક્ષિણ ગ્રુપમાં રહેલ એસેક્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આ ટીમનો 13 મેચમાં ત્રીજો વિજય છે, જ્યારે તે 9 મેચ હારી ચૂકી છે. સિમોન હાર્મરના નેતૃત્વ હેઠળની આ ટીમના 14 પોઈન્ટ છે. હાર છતાં, હેમ્પશાયર 30 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ક્રિસ વુડના નેતૃત્વ હેઠળની ટીમનો આ છઠ્ઠો પરાજય છે. ટીમે 14 માંથી 7 મેચ જીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.