બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 'Special' plan of festival-loving Ahmedabadites for Dhuleti, buy Gunjia, Malpoo, Chidhai Dhoom

રંગોત્સવ / ધુળેટી માટે ઉત્સવપ્રેમી અમદાવાદીઓના ‘સ્પેશિયલ’ પ્લાન, ગુંજિયા, માલપૂઆ, ઠંડાઈની ધૂમ ખરીદી, જુઓ શહેરીજનોના અવનવા રંગો

Vishal Khamar

Last Updated: 10:01 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. ઉલ્લાસ અને રંગોના પર્વ હોળી-ધુળેટી માટે ધાણી-ખજૂર, હારડા, પૂજા સામગ્રી, ઠંડાઈની ધૂમ ખરીદી થઇ રહી છે.

  •  રંગોત્સવની તડામાર તૈયારીઓ
  • ધુળેટી માટે અમદાવાદીઓના ‘સ્પેશિયલ’ પ્લાન
  • આજે સાંજે હોલિકા દહન, પરંતુ કાલે પડતર દિવસ હોવાથી ધુળેટી ૮ માર્ચ, બુધવારે ઉજવાશે

હોળી-ધુળેટીના પર્વની અમદાવાદ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. ઉલ્લાસ અને રંગોના પર્વ હોળી-ધુળેટી માટે ધાણી-ખજૂર, હારડા, પૂજા સામગ્રી, ઠંડાઈની ધૂમ ખરીદી થઇ રહી છે. બજારમાં અવનવા રંગો પણ વેચાઈ રહ્યા છે. સંધ્યાકાળે હોળી પ્રગટાવીને શહેરીજનો પરિવારજનો માટે સુખ-શાંતિની પ્રાર્થના કરે છે અને રાતના સમયે ભોજન સાથે મીઠાઈ આરોગે છે અને બીજા દિવસે સવારે ધુળેટીની ધૂમ મચે છે તથા એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. 

બજારમાં અવનવી પીચકારીઓ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર

હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખૂબ મહત્ત્વ
હિન્દુ ધર્મમાં રંગ અને ઉમંગના તહેવાર હોળીનું ખૂબ મહત્ત્વ છે. પંચાંગ મુજબ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી ઊજવવામાં આવે છે. હોલિકા દહનના મુહુર્તની વાત કરીએ તો આજે સાંજે ૬.૫૪થી ૮.૫૧ સુધી હોલિકા દહન કરવામાં આવશે. આ રીતે હોલિકા દહન માટે માત્ર બે કલાક જેટલો જ સમય મળશે. આવતીકાલે એક દિવસ પડતર રહેશે અને મોટાભાગના સ્થળોએ ૮ માર્ચ, બુધવારે ધુળેટી ઊજવાશે, કેમ કે એ દિવસે જ જાહેર રજા છે.     
હોલિકાદહનના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસે છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. હોળાષ્ટકનો સમય ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધીનો હોવા છતાં પણ મંગળવારે અને બુધવારે શુભ યોગ ન હોવાથી તમામ પ્રકારના શુભકાર્યો ગુરુવારથી જ થઈ શકશે. 

અમદાવાદીઓએ હોળી-ધુળેટીના ‘સ્પેશિયલ’ પ્લાન બનાવી રાખ્યા છે
રંગોત્સવની તડામાર તૈયારીઓ કરીને ઉત્સવપ્રેમી અમદાવાદીઓએ હોળી-ધુળેટીના ‘સ્પેશિયલ’ પ્લાન બનાવી રાખ્યા છે. શહેર તેમજ રાજ્યભરમાં ફાગણ મહિનામાં આવતો આ હોળીનો તહેવાર ઉત્સાહભેર ઊજવાય છે અને તે દિવસે ધાણી-દાળિયા, ખજૂર પરંપરાગત રીતે ખવાય છે. બજારમાં  રૂ. ૧ર૦થી રૂ. ૭૦૦ના ભાવે કિલો સુધીનું ખજૂર જોવા મળી રહ્યું છે ત્યારે ધાણીના કિલોદીઠ ભાવ રૂ. ૧૦૦ છે. દાળિયા એક કિલો રૂ. ૧ર૦ના ભાવે વેચાઈ રહ્યા છે. ઠંડાઈનાં અલગ અલગ ફ્લેવરનાં રેડી-ટુ- ડ્રિન્ક પેકેટ વેચાઈ રહ્યાં છે. મીઠાઈની દુકાનમાં ગુંજિયા, માલપૂઆ સહિતની અવનવી હોળી સ્પેશિયલ મીઠાઈ જોવા મળી રહી છે.

ક્યાંક વતનની પરંપરા તો ક્યાંક અમદાવાદી બની હોળીની ઉજવણી
પંદરથી વધુ રાજ્યના લોકો અહીં વસવાટ કરે છે. ક્યાંક વતનની પરંપરા તો ક્યાંક અમદાવાદી બની તેઓ હોળીની ઉજવણી કરે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ વિમાનમાં આ દિવસે નગરની પરિક્રમા કરી હતી. તેથી  એકાદશીથી પૂનમ સુધી ઓડિશાના અહીં વસતા લોકો યાત્રા કાઢે છે. પૂનમના દિવસે હો‌લિકાદહન બાદ ભગવાનની પૂજા કરી તેઓ પ્રસાદી તરીકે ખીર-પૂરી લે છે. ફૂલ દોલોત્સવમાં ભગવાનને ફૂલથી શૃંગાર કરાય છે. આ પર્વ રાધા-કૃષ્ણના પ્રેમના પ્રતીક તરીકે ઊજવાય છે. વસંત પંચમીએ હોળીના પર્વનો પ્રારંભ થાય છે. અહીં વસતા રાજસ્થાનના લોકો હોળીની ઠંડી રાખ ઘરે લઈ જઈ ઇસર અને ગણગોર બનાવી ગણગોર પૂજાનો પ્રારંભ કરે છે, જ્યારે મહારાષ્ટ્રીયન લોકો ફાગણ વદ પાંચમ સુધી હોળી ઊજવે છે. હોળીના દિવસે ગણેશજીની સ્થાપના કર્યા બાદ સંધ્યાકાળે હોળી પ્રગટાવાય છે. ભોજનમાં સવારથી જ વેડમી ખાસ બનાવાય છે. પાંચ દિવસ સુધી રંગપંચમીએ હોળી ઠંડી પાડી ફાગોત્સવનું સમાપન કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ