બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sonu Nigam News : Sonu Nigam, team attacked during concert in Mumbai

Sonu Nigam News / સોનુ નિગમ પર ધારાસભ્યના દીકરાનો હુમલો: સેલ્ફી લેવા મામલે થઈ ધક્કામુક્કી, FIR નોંધાઈ

Published By: Parth

Last Updated: 10:14 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના પ્રખ્યાત સોનુ નિગમ પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે, ઉદ્ધવ ઠાકરે જૂથના એક ધારાસભ્યનો દીકરો સમગ્ર મામલે મુખ્ય આરોપી છે.

  • સોનુ નિગમ પર સ્ટેજની નીચે હુમલો 
  • ધક્કા મુક્કીમાં અમુક ઘાયલ 
  • ધારાસભ્યના દીકરા સામે નોંધાઈ ફરિયાદ 

Sonu Nigam News: ચેમ્બુર વિસ્તારમાં આયોજીત કરવામાં આવેલ એક કાર્યક્રમ દરમિયાન પહેલા તો ધારાસભ્યના દીકરાએ સેલ્ફી માટે સોનુ નિગમના મેનેજર સાથે મગજમારી અને તે બાદ જ્યારે સિંગર સ્ટેજ પરથી નીચે આવી રહ્યા હતા તે દરમિયાન તેની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી. ધક્કા મુક્કીમાં કેટલાક લોકો નીચે પડી ગયા અને ગંભીર ઈજાઓ પહોંચી. 

શું કહ્યું સોનુએ? 
મીડિયા સાથે વાતચીતમાં સોનુએ કહ્યું હતું કે સ્વપ્નિલ નામના વ્યક્તિએ પહેલા મને પકડ્યો અને મને ધક્કો મારી દીધો, હરિ અને રબ્બાની મને બચાવવા માટે આવ્યા અને તે બાદ હું ત્યાં જ પડી ગયો હતો. સોનુએ કહ્યું કે લોકોએ સેલ્ફી માટે ધક્કા મુક્કી કરતાં પહેલા એક વાર વિચારવું જોઈએ. 

ફરિયાદ દાખલ 
સમગ્ર મામલે મોડી રાતે સોનુ નિગમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પણ પહોંચ્યા હતા, થોડી વાર બાદ ધારાસભ્ય પ્રકાશ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પ્રકાશના દીકરા સ્વપ્નિલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કહી રહી છે કે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

 

વીડિયો વાયરલ 
જોકે આ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે સોનુ નિગમ સિઢી ઉતરી રહ્યા છે અને તે જ સમયે ધક્કા મુક્કી કરવામાં આવી રહી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Sonu Nigam Uddhav Thackeray Sonu Nigam News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ