બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / sona mohapatra open letter to anu malik says you have no right to be on tv go to rehab
ADVERTISEMENT
સોના મોહાપાત્રા અનુ મલિકના નિવેદનથી ખુશ નથી. વર્ષ 2018માં સોના મોહાપાત્રા, નેહા ભસીન અને ઇન્ડિયન આઇડલની પૂર્વ પ્રોડ્યૂસર ડાનિકા ડીસૂજા સાથે અન્ય મહિલાઓએ અનુ મલિક પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પોતાના ઓપન લેટરમાં અનુ મલિકે લખ્યું છે કે તે ખોટા આરોપોથી હેરાન છે અને જો આવી રીતે જ તેમના વિશે ખોટી અફવાઓ ઉડતી રહી તો તે કોર્ટમાં જશે.
ADVERTISEMENT
— Anu Malik (@The_AnuMalik) November 14, 2019
ADVERTISEMENT
સિંગર સોના મોહપાત્રાએ શરૂઆતથી જ અનુ મલિકના ઇન્ડિયન આઇડલના બીજી વાર જજ બનવા પર પોતાની નારાજગી દર્શાવી છે. હવે તેમણે અનુ મલિકના નામ એક ઓપન લેટર લખ્યો છે. સોનાએ અનુની વાતનો જવાબ 8 પોઇન્ટ્સમાં આપ્યો છે. અનુએ પોતાના લેટરમાં કોઇનું નામ નથી લીધુ પરંતુ સોનાએ પોતાના લેટરમાં અનુ મલિકનું નામ સ્પષ્ટપણે લખ્યું છે.
સોના મોહાપાત્રાએ લખ્યું, 'શ્વેતા પંડિતે પોતાના ટ્રોમા વિશે જણાવ્યું, કે કેવી રીતે તે 15 વર્ષન ઉમંરમાં દુખ:થી પસાર થઇ હતી. ઇન્ડિયન આઇડલની પૂર્વ પ્રોડ્યૂસર ડાનિકા ડીસૂજાએ જણાવ્યું કે કેવી રીતે તમે તમારા ક્રૂ અને કન્ટેસ્ટેટ્સનું શોષણ કર્યું. કારાલીસા મોન્ટેરોએ પણ અવાજ ઉઠાવ્યો. નેહા ભસીને કેટલાક દિવસ પહેલા જ તમારી સાથે પોતાની આપવીતી જણાવી છે. ઉપરાંત ઘણી બધી મહિલાઓ જે આજે ફેમસ નથી, તેમણે પણ તારા વિશે ખુલીને સત્ય બતાવ્યું છે. અલીશા ચિનોયે પણ પોતાનું સત્ય બતાવ્યું. આ મહિલાઓ એકબીજા સાથે જોડાયેલી નથી અથવા તો તેમને તારા જેવા માણસ વિશે વાત કરીને કોઇ ફાયદો મળવાનો નથી.'
ADVERTISEMENT
Anu Malik finally wrote back to all of us last evening. My response to him, next to his letter. 👇🏾
— ShutUpSona (@sonamohapatra) November 15, 2019
In case mine is too long to read, have also attached a shorter, crisper one, one amongst many on my timeline. Thank you @KallolDatta for saying it better #India @IndiaMeToo pic.twitter.com/NNeW59fLPs
ADVERTISEMENT
અનુ મલિકે પોતાના લેટરમાં લોકો પર સવાલ ઉઠાવતા લખ્યું હતું, 'આ વિશે પહેલા કેમ બોલાવામાં આવ્યું? આ આરોપ મારા પર ત્યારે કેમ લગાવાઇ રહ્યા છે જ્યારે હું ટીવી પર પાછો આવી ગયો છું. અને ટીવી જ મારી રોજી-રોટી છે?
ADVERTISEMENT
અનુના સવાલોનો જવાબ આપતા સોનાએ કહ્યું કે અનુ મલિકને ટીવી પર આવવાનો કોઇ હક નથી. અને તેણે બ્રેક લઇને સેક્સ રિહેબમાં ચાલ્યા જવુ જોઇએ. સોનાએ લખ્યું, 'હવે જ્યારે તમે ટીવી પર આવી ગયા તો અમે વાતો કેમ કરી રહ્યા છે એવુ પૂછી રહ્યા છો? જ્યાં સુધી તમે પોતાના કર્યા પર પશ્ચાતાપ ન કરી લો ત્યાં સુધી ટીવી પર હોવાનો કોઇ હક નથી. ભારતમાં 1.3 કરોડ લોકો રહે છે. દરેકને જીવીત રહેવા માટે ટીવી પર કરોડો કમાવવાની કોઇ જરૂર નથી અથવા યંગ લોકોને 'જજ' કરવાની જરૂર નથી. જેમની સેફ્ટી તમે ખરાબ કરશો.'
સોના મોહાપાત્રએ આગળ કહ્યું કે, 'તમે કોઇ રોલ મોડલ નથી. તમે બ્રેક લઇ શકો છો. સેક્સ રિહેબ જઇ શકો છો અથવા ક્યાંય પણ પોતાના વર્તનને વધુ સારું બનાવતા શીખી શકો છો.'
તેની સાથે જ સોનાએ કહ્યું, 'અને હાં, કૃપા કરીને કોર્ટ જાઓ. હં આગ્રહ કરુ છું કે જાઓ. માત્ર આ 10 કિસ્સા જ નહીં પરંતુ તેથી 10 ગણા વધુ કિસ્સા અમે દુનિયાને બતાવવા માટે સામે લઇને આવીશું. ભારત માટે એક મિસાલ કાયમ કરે છે,મિસ્ટર અનુ મલિક. એ વાતનું ધ્યાન આપીએ છીએ કે તમારા જેવો વ્યવહાર કોઇ અન્ય માણસ દાયકાઓ સુધી ન કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.