બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Somnath MLA Vimal Chudasama sentenced to 6 months

BIG BREAKING / સોમનાથના MLA વિમલ ચુડાસમાને 6 માસની સજા, 2010ના કેસમાં અન્ય 2 મળતિયાઓ પણ જેલભેગાં

Published By: Malay

Last Updated: 02:27 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. હુમલા કેસમાં માળિયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓને સજા ફટકારી છે.

  • ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 મહિનાની સજા
  • માળિયા કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓને ફટકારી સજા
  • 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર કરાયો હતો હુમલો

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2010ના કેસમાં માળિયા-હાટીના કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. મહત્વનું છે કે, 2010માં મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસમાં માળિયા કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓને 6 માસની સજા ફટકારી છે.

જાણો શું હતો સમગ્ર કેસ?

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 2010ના મારામારીના કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કરતા 6 મહિનાની સજા ફટકારી છે. તમને જણાવી દઇએ કે, 2010માં માળિયા તાલુકામાં મારામારીની એક ઘટના ઘટી હતી. જેમાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં.

2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમા પર વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં છે. જેમાં કોર્ટે વિમલ ચુડાસમા સહિત 3 મળતિયાઓને 6 માસની સજા ફટકારી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Somnath MLA Vimal Chudasma Vimal Chudasama Case Vimal Chudasama News junagadh news somnath news MLA Vimal Chudasama

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ