ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Soma Patel announced to contest elections, will he return to Congress again
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના જૂના જોગી એવા સોમાગાંડા પટેલ ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું..
ચૂંટણી લડવાનો છું- સોમા પટેલ
ADVERTISEMENT
તો આ અંગે વીટીવી ન્યૂઝ દ્વારા સોમા પટેલ સાથે વાતચીત કરવામાં આવી. તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.
ADVERTISEMENT
સોમા પટેલનો રાજકીય ઇતિહાસ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ