બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / So far many innocent lives have been lost due to Nabiras doing racing and stunts on the public roads of Ahmedabad.

ક્યાં સુધી? / હજુ કેટલાં ઘરના ચિરાગ ઓલવાશે? SG હાઈવે-સિંધુ ભવન સહિતનાં રોડ મોડી રાત્રે 'રેસિંગ ટ્રેક' બનતા શહેરીજનોના માથે જીવનું જોખમ

Malay

Last Updated: 05:08 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જાહેર માર્ગો પર રેસિંગ અને સ્ટંટ કરતા નબીરાઓના કારણે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષોએ ગુમાવ્યા જીવ, ગઈકાલે રાતે જ ઈસ્કોનબ્રિજ પર 160ની સ્પીડે આવતી જગુઆર કાર નવને ભરખી ગઈ.

  • અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા
  • ઇસ્કોનબ્રિજ પર ખેલાયું મોતનું તાંડવ
  • અકસ્માતમાં 9 લોકોના કમકમાટીભર્યાં મોત  
  • સોલા ઓવરબ્રિજ પાસે યુવકને લીધો હતો અડફેટે

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: અમદાવાદનો એસ.જી હાઈવે અને સિંધુ ભવન રોડ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના આ વિસ્તારોમાંથી અવારનવાર રેસિંગ અને સ્ટંટના વીડિયો વાયરલ થતાં રહે છે. નબીરાઓ જાહેર માર્ગો પર રેસિંગ અને સ્ટંટ કરીને પોતાની સાથે-સાથે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. 

SG હાઈવે અને પોશ વિસ્તારનાં રોડ બન્યા રેસિંગ ટ્રેક
શહેરના એસ.જી.હાઇવે, સિંધુભવન રોડ અને હેબતપુર રોડ પર ઘણી કોફી શોપ અને કેફે આવેલા છે, જ્યાં મોડી રાત્રે શહેરના ધનાઢ્ય પરિવારના બાળકો મોંઘીદાટ અને હાઈસ્પીડ કાર તેમજ બાઈક લઈને ભેગા થતા હોય છે, જ્યાંથી કેટલીકવાર નબીરાઓ વચ્ચે રેસ પણ થતી હોય છે. ખાસ કરીને નબીરાઓની રેસ સિંધુભવન રોડ, હેબતપુર રોડ તથા એસજી હાઈવે ઉપર થતી હોય છે. 

ઘણા નિર્દોષ લોકોના જાય છે જીવ  
એસજી હાઈવે ઉપર રાત્રે પસાર થતા વાહનોની આજુબાજુ રેસ કરતા નબીરાઓની કાર અથવા બાઈક કાન ફાડી નાખે તેવા અવાજ કરતી આંખના પલકારામાં પસાર થઇ જતી હોય છે. જે રીતે ફૂલ સ્પીડમાં બાઈક અથવા કાર ઝીગઝેક કરતાં રોડ ઉપર હંકારતા હોય છે તે જોતા અકસ્માત પાક્કો તેમ લાગતું હોય છે. નબીરાઓના રેસિંગ અને સ્ટંટના શોખના કારણે ઘણા નિર્દોષ લોકોના જીવ જાય છે. અત્યાર સુધીમાં શહેરમાં અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે. એક ઘટના તો ગઈકાલ રાતની જ છે. જેમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ગઈકાલે રાતે જગુઆર કારે લીધા 9ના જીવ
શહેરના એસ.જી હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર ગઈકાલે રાતે જગુઆર કારના ચાલકે એક પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના જીવ લઈ લીધા છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી જગુઆર લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. 

12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. 

માતા-દિકરીને અડફેટે લેતા મોત
ગયા જૂન મહિનામાં અમદાવાદના એસ.જી હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા કાળબેન વઢવાણા અને તેમની દીકરી કોકીબેન સોલંકી એસ.જી હાઈવે પર આવેલા YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વેળાએ ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંનેને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

Tag | VTV Gujarati

ગત એપ્રિલ મહિનામાં બન્યો હતો આવો જ બનાવ
ગત એપ્રિલ મહિનામાં અમદાવાદના એસજી હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા જપન ઠાકર નામના 26 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું. શહેરનાના એસ.જી હાઈવે પર સોલા ઓવરબ્રિજ પાસે કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 26 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર આ યુવકનું નામ જપન ઠાકર હોવાનું સામે આવ્યું હતું. જપનના અકાળે મૃત્યુથી તેના પરિજનો પર આભ તુટી પડ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકલાયેલો જપન મલ્હાર ઠાકરનો ખાસ મિત્ર હતો. જપન ઠાકરનું અકસ્માતમાં મોત થતાં એક્ટર મલ્હાર ઠાકરે ભારે દુ:ખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં મલ્હાર ઠાકરે રેસ ડ્રાઇવિંગ કરતા લોકો પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. 

શિવરંજની પાસે બની હતી હિટ એન્ડ રનની ઘટના 
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક મોડી 29 જૂન 2021માં હિટ એન્ડ રનની ઘટના બની હતી. 29 જૂને અમદાવાદના શિવરંજનીના બિમાનગર નજીક રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે દોડી આવેલી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર પુરઝડપે આવતી કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતું. તો તેમજ અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં મોટા સમાચાર, જાણો હવે આરોપી પર્વ શાહનું શું થશે  ? | Acciednt accuesed go into judicial custdy

શહેરના એસ.જી હાઈવે અને સિંધુભવન રોડ પર અનેક નબીરાઓને કારણે અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ત્યારે સવાલ એ ઉભા થાય છે કે એસ.જી હાઇવે પર અને શહેરી માર્ગો પર સ્પીડ નિયંત્રણના કાયદા હોવા છતાં કેમ તેનું પાલન થતું નથી? શું કાયદાનો ડર નબીરાઓને રહ્યો નથી? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ