બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Smriti Irani reacts sharply to Congress leaders shocking statement

વાંધાજનક / કોંગ્રેસ નેતાના લટકે ઝટકે વાળા નિવેદન પર સ્મૃતિ ઈરાનીની તીખી પ્રતિક્રિયા, અમેઠીને લઈ રાહુલ ગાંધીને કરી દીધી આ મોટી ચેલેન્જ

Kishor

Last Updated: 12:12 AM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદેશ કોંગ્રેસ નેતા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર વિવાદિત નિવેદન આપ્યા બાદ ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ થકી વળતો જવાબ આપ્યો છે.

  • પ્રદેશ કોંગ્રેસ નેતા અજય રાયના નિવેદનને લઈ વિવાદ વકર્યો
  • ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ થકી આપ્યો જવાબ 
  • હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? સ્મૃતિ ઈરાની

અમેઠીના પ્રદેશ કોંગ્રેસ નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને હવે વિવાદ વકર્યો છે. બીજી બાજુ અજય રાયના નિવેદન પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ થકી જવાબ આપ્યો કે 'મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધી તમે તમારા નેતા પાસેથી 2024માં અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે. જેથી હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો?  શું તમે બીજી સીટ પર તો નહીં દોડો ને?  કોંગ્રેસ નેતા અજય રાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમેઠી ગાંધી પરિવારની બેઠક હતી છે અને રહેશે. તેમણે આ વિસ્તારને વિકાસનો પંથ આપ્યો છે.અમેઠીના લોકો માટે ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ કર્યો છે.


રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ચૂંટણી લડી ફરી  સીટ મેળવે તેવી કાર્યકરોની માંગ

વધુમાં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અજય રાયે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ દેખાડો કરવા અમેઠી આવે છે. વધુમાં કોઈ કામ ન કરતા હોવાનો પણ દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ પોતાના નામે કર્યો હતો. રાહુલ ગાંધી અમેઠીમાં જ હાર્યા હતા.અજય રાયે વધુમાં કહ્યું કે હવે અમેઠીમાં તમામ કારખાનાઓ બંધ થવાના આરે છે.જેથી કોંગ્રેસના કાર્યકરો અને લોકોની માંગ છે કે રાહુલ ગાંધીએ 2024માં અમેઠીથી ચૂંટણી લડી ફરી આ સીટ મળવવી જોઈએ.વધુમાં પૂર્વ ધારાસભ્ય અજય રાયે જણાવ્યું હતું કે  આગામી ચૂંટણીમાં અમે વારાણસીથી વડાપ્રધાન મોદીને હરાવવા માટે પણ કામ કરીશું. આ અમારો પડકાર છે, તેમ અંતમાં જણાવ્યું હતું.


સ્મૃતિ ઈરાની લટકાં- મટકાં કરીને ચાલી જાય છે 

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. પાર્ટીના નેતા અજય રાયે સોમવારે રાજ્યના સોનભદ્ર જિલ્લામાં કહ્યું કે અમેઠીમાં તમામ ફેક્ટરીઓ બંધ છે, પરંતુ સ્મૃતિ ઈરાની લટકાં- મટકાં કરવા અમેઠી આવીને જતી રહી છે. તેમણે કહ્યું કે 2024માં રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી લડી શકે છે.2024માં બનારસમાં ભાજપને હરાવીને રહીશું2019ની લોકસભાની ચૂંટણીમાં વારાણસીમાંથી પીએમ મોદીની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું કે અમે 2024માં બનારસમાં ભાજપને હરાવીને રહીશું. તેમ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ