ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Smartphones will be distributed to farmers in Gujarat today
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ખેડૂતોને સ્માર્ફોન આપવાની વાત ચાલી રહી છે. ખેડૂતોને સ્માર્ફોન આપ્યા બાદ તેમનું કામ વધુ સરળ બની શકે તે સંદર્ભે તેમને સ્માર્ટફોન આપવાની સરકાર દ્વારા યોજના બનાવામાં આવી હતી. જે યોજનાનું પહેલું પગલું આજે સરકાર દ્વારા લેવામાં આવશે તેવું કહી શકાય.
સવારે 9.45 કરશે વિતરણ
ADVERTISEMENT
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને સ્માર્ટફોનનું વિતરણ કરવાના છે. જેથી આવનાર સમયમાં ખેડૂત નવા ટ્રેન્ડ પ્રમાણે તેની કામગીરી હવે કરી શકશે. આજે સવારે 9.45 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી હોલ ખાતે સ્માર્ટફોનનું વિતરણ કરવાના છે. જેમા તેઓ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ફોન આપવાના છે.
6 હજાર સુધીની સહાય
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ફોનનું વિતરણ કરવામાં આવશે. ખેડૂતો સ્માર્ટફોન ખરીદી શકે તે માટે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન પર 6 હજાર રૂપિયા સુધીની સહાય આપશે અને બાકીના રૂપિયાની ખેડૂતે ચૂકવણી કરવી પડશે.
CM ભૂપેન્દ્ર પટેલ કરશે સ્માર્ટફોનનું વિતરણ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે આજના સમયમાં ખેડૂત સમય પ્રમાણે કામગીરી કરી શકે તે માટે સ્માર્ટફોન હવે તેના માટે ઘણોજ ઉપયોગી છે. જેથી સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત હવે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ