બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Smart Village Dharmaj Village Anand Gujarat

સમૃદ્ધિ / સ્માર્ટ વિલેજ: ગુજરાતના આ ગામના રસ્તાઓ ઉપર ટ્રેક્ટર-સાયકલો નહીં BMW અને ઔડી ગાડીઓ દોડે છે!

Published By: Shalin

Last Updated: 09:34 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાંનું નામ સાંભળતાની સાથે જ  નજર સામે તકલીફોની યાદી આવી જાય.પછી એ તકલીફો પાણી,લાઈટ,રસ્તા કે કોઈ પણ પાયાની સગવડતા હોય. પણ આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે.

  • આણંદ જિલ્લાનું ધર્મજ ગામ

આણંદ જિલ્લાનું એક એવું ગામ છે જેને આમ જોવા જઈએ તો ગામ જ ન કહેવાય કારણ કે આને જો ગામ કહેવાય તો શહેરની વ્યાખ્યા પણ બદલવી પડે. આ ગામનું નામ છે ધર્મજ. 

એક ભાઈ ગામમાં ખેતી કરે અને બીજો ભાઈ વિદેશમાં ડોલર કમાય 

માંડ 12 હજારની વસ્તી ધરાવતા આ ગામના ઘરે ઘરેમાં લીલાલેર છે કારણ કે દરેક ઘરમાંથી એક ભાઈ ગામ રહીને ખેતી કરે છે જયારે બીજો વિદેશ જઈને ડોલરમાં કમાય છે. જાત મહેનત જિંદાબાદને પોતાનું સૂત્ર બનાવી ધર્મજવાસીઓએ ગામની એવી કાયાપલટ કરી નાંખી છે કે શહેરવાળા પણ શરમાઈ જાય.

ધર્મજ ગામ

આ ગામમાં કુલ 17 બેંકો છે!

આદર્શ ગામમાં હોવી જોઈએ એવી તમામ પાયાની સગવડો આ ગામવાસીઓને પિરસવામાં આવે છે, પીવાના પાણી માટે RO ફિલ્ટર પ્લાન્ટના ઘરે ઘરે કનેક્શન, ગુજરાતી સાથે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની સાથે પિકનિક સ્પોટ જેવો અહેસાસ કરાવતી રેસીડેન્સીયલ સ્કૂલ પણ આ ગામમાં છે. ખાલી સ્કૂલ જ નહિ એન્જીનીયરીંગ અને ફાર્મસી જેવા કોર્સની કોલેજ પણ  છે. કહીએ તો વિશ્વાસ ન પડે પણ આ ગામમાં કુલ 17 બેંકો છે જેમાં લોન કરતા ડિપોઝીટ વધારે છે. 

ગામનું સૌથી મોટું આકર્ષણ અહીંની ગૌચર યોજના

મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં ગ્રામપંચાયતે બનાવેલા રોડ જોઈને જાય તો શહેરોમાં ક્યારેય રોડમાં ખાડા ન પડે. બળદ અને ઊંટગાડાની સાથે સાથે BMW અને આઉડી પણ દોડતી જોવા મળે એવું આ ભાગ્યે જ આ ગામ હશે.  કોઈ પણ પ્રદેશના વિકાસ માટે પૈસા નહીં આવડત જોઈએ. ખેતી તો બધા ગામ કરે જ છે પરંતુ અહીં ધર્મજવાસીઓ આધુનીક ઢબે ખેતી કરીને પાકના રૂપમાં પોતાનું નસીબ ઉગાડે છે. આ ગામનું સૌથી મોટું આકર્ષણ અહીંની ગૌચર યોજના પણ છે.

ગામની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પણ છે

આ ગામે તો પહેલેથી જ પોતાની આત્મનિર્ભરતા બનાવી દીધી છે. ડિજિટલ યુગમાં ગામ પાસે પોતાની વેબસાઈટ, યૂટ્યૂબ ચેનલ, જોરદાર ડિરેક્ટરીની સાથે ગ્રામ પંચાયતનું ફેસબુક પેજ પણ છે. છેલ્લા 13 વર્ષથી 12 મી જાન્યુઆરીએ આ ગામ "ધર્મજ ડે " ઉજવાય છે. 

બોલો આવા ગજબ ગામડાઓ છે આપણા ગુજરાતમાં અને તમારી આજુબાજુમાં પણ!

સંકળાયેલા મુદ્દાઓ

Anand Vtv Exclusive આણંદ VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ