બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Shopping / Small cities and towns have record breaking sales this shopping festival season

ઈ-કોમર્સ / ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ; ભારતમાં સૌથી વધુ ખરીદી કોણે કરી? જાણીને વિશ્વાસ નહીં થાય

Published By: Shalin

Last Updated: 08:30 PM, 5 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન અને ફ્લિપકાર્ટે આ અઠવાડિયે Flipkart’s annual shopping festival અને Amazon’s Great Indian Festival sale અંતર્ગત અનેક ઉત્પાદનો ઉપર મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપ્યા હતા. આ ડિસ્કાઉન્ટના પગલે દેશભરથી ભરપુર ઓનલાઈન ખરીદી થઇ હતી. આશ્ચર્યજનક રીતે તમામ વેચાણોના ૮૮% ઓર્ડર્સ નાના નગરોમાં રહેતા વ્યક્તિઓએ કર્યા હતા. આમ ઓનલાઈન શોપિંગ ફક્ત મોટા શહેરોમાં જ થાય છે એ માન્યતા આ વર્ષે ખોટી ઠરી હતી.

ભારતની બે અગ્રગણ્ય ઓનલાઈન રિટેલર્સ Flipkart અને Amazon બંને કંપનીઓએ તહેવારની સીઝનમાં રાખેલ ડિસ્કાઉન્ટના અંતે વધુ વકરો અને વધુ વેચાણ કર્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

આ બંને કંપનીઓનો છેલ્લા ૬ દિવસનો ડિસ્કાઉન્ટ સીઝનનો વેચાણનો આંકડો ૩.૫ થી ૩.૭ અબજ ડોલર હોવાનું માનવામાં આવે છે. આ રકમમાં ગયા વર્ષ કરતા ૩૩%નો ઉછાળો આવ્યો છે. 

આ આંકડાઓમાં એવું પણ જાણવા મળ્યું કે બંને કંપનીના ઘણા બધા ઓર્ડર EMI પર અને બેંકોની કેશ બેક ઓફર ઉપર કરવામાં આવ્યા. આ ઉપરાંત કંપનીની ઇન્શ્યોરન્સ જેવી સગવડોનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો. 

અહી ઉલ્લેખનીય છે કે આ વર્ષના દેશના નબળા અર્થતંત્રના પગલે વર્ષના પહેલા ભાગમાં વેચાણ ઘણું ઓછું થયું હતું આથી આ ડિસ્કાઉન્ટ સીઝન ખુબ અગત્યની હતી. 

દેશના નાના શહેરો અને નગરોએ બાજી મારી 

શહેરોને તેમની વસ્તીના આધારે ટીયર્સમાં વહેચવામાં આવ્યા છે. આ વર્ગીકરણમાં ટીયર ૩માં આવતા શહેરોમાં આ વર્ષે બમણું વેચાણ નોંધાયું છે. પહેલી વખત ઓનલાઈન ખરીદી કરી રહેલા લોકોને ફેશન અને સૌન્દર્ય પ્રસાધનોની ખરીદીમાં સૌથી વધુ રસ બતાવ્યો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક ઉપકરણો કે જેના બજારો નાના શહેરોમાં ઉપલબ્ધ ન હોય તેવા ઉત્પાદનોની ધૂમ ખરીદી નોંધાઈ છે. આ ઉપરાંત એમેઝોન ઉપર સ્માર્ટફોન્સની ખરીદીમાં ૧૫ ગણો વધારો નોંધાયો હતો. ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તેમના નવા ગ્રાહકોમાં ૫૦%નો વધારો નોંધાયો હતો. 

એમેઝોન એ જણાવ્યું હતું કે દેશના કુલ પીનકોડ્સના ૯૯.૪% પીનકોડ્સના વિસ્તારોમાંથી ખરીદીઓ નોંધાઈ છે જેમાં આશ્ચર્યજનક રીતે ૮૮% લોકો નાના નગરોમાંથી આવે છે. નાના નગરમાંથી આવતા લોકોની સરેરાશ ઓર્ડર દીઠ ખરીદીની રકમ મોટા શહેરો કરતા ઓછી હતી અને તેઓ ડિસ્કાઉન્ટ ડીલ્સના આધારે જ ખરીદી કરવી વધુ પસંદ કરતા હતા. દેશના કુલ ૧૫૦૦૦ પીન્કોડ્સમાંના લોકો પાસે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ છે. 

અહી જો કેશબેક અને ડિસ્કાઉન્ટ્સને ન ગણવામાં આવે તો કુલ વેચાણને Gross Merchandise Volume કહે છે. GMV મુજબ બંને ઓનલાઈન રીટેલર્સે ૪.૮ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. 

ભારતનું ઈ કોમર્સનું બજાર ૨૦૧૭-૨૦૧૮માં ૩૩ અબજ ડોલરનું હતું જે ૨૦૧૮-૨૦૧૯માં ૩૮ અબજ ડોલર સુધી પહોચી ગયું છે. આમ ભવિષ્યમાં આ ક્ષેત્ર વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે ઉજળી તકો આપી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Discount Flipkart Online Shopping amazon shopping festival E-commerce

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ