ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટૉસ હારીને બેટિંગ કરતા અફઘાનિસ્તાને 6 વિકેટ પર 175 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો. પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ એકજુટ થઇને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બાજી પોતાના નામે કરી લીધી. આ જીતની સાથે શ્રીલંકાના ગ્રુપ સ્ટેજમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ મળેલી હારના બદલો લઇ લીધો.
Brilliant chase from Sri Lanka! 👊#RoaringForGlory #SLvAFG pic.twitter.com/X4KKcaH5ng
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 3, 2022
ADVERTISEMENT
ઓપનર્સે આપી શ્રલંકાને શાનદાર શરૂઆત
ટાર્ગેટનો પીછો કરતા કુસલ મેન્ડિસ અને પથુમ નિસંકાએ 6.3 ઓવરમાં 62 રનોની તોફાની પાર્ટનરશિપ કરતા શ્રીલંકાની ટીમે શાનદાર શરૂઆત કરી. મેન્ડિસે અંદાજિત 19 બોલ પર 36 રન બનાવ્યા જેમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. ત્યારે નિસંકાએ 28 બૉલ પર 35 રનોની ઇનિંગ રમી. નિસંકાએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને છગ્ગો લગાવ્યો.
ADVERTISEMENT
રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક વખત મુકાબલો થવા જઇ રહ્યો છે. રવિવાર(4 સપ્ટેમ્બર)એ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થનારા મુકાબલા પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં રહેશે. ત્યારે, બાબર આઝમ પાકિસ્તાનની બાગડોર સંભાળવા જઇ રહ્યા છે. ભારતે પાકિસ્તાનને ગત રવિવારે જ પાંચ વિકેટથી હરાવ્યું હતું, તેવામાં તેનો જુસ્સો ઘણો બુલંદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Womens T20 World Cup / ICCએ જાહેર કર્યું U19 મહિલા T20 વર્લ્ડકપ 2027નું શેડ્યૂલ, આ તારીખે ભારતની પ્રથમ મેચ