બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / singer kk daughter taamara shares old pics with dad on fathers day and write emotional note
Last Updated: 02:12 PM, 20 June 2022
ADVERTISEMENT
બોલિવૂડ સિંગર કેકેના અચાનક થયેલ મૃત્યુએ તેમના પરિવારને જ નહીં પણ એમના ફેન્સને પણ દુખી કરી દીધા હતા. ગઈકાલે ફાધર્સ ડેના ખાસ દિવસે કેકેની દીકરી તમારા એ તેમના પિતાને યાદ કરતાં થોડી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ થોડી એવી વાતો લખી હતી જેને વાંચીને દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
તમારાએ પિતા સાથેની અનેક તસવીરો શેર કરી
ADVERTISEMENT
19 જૂન એટલે કે ગઇકાલે રવિવારે દરેક લોકોએ એમના પિતાને અલગ અંદાજમાં ફાધર્સ ડે વિશ કર્યું હશે પણ એ ખાસ દિવસે બોલિવૂડના સિંગર કેકે ને યાદ કરીને એની દીકરી એ એક ખાસ પોસ્ટ શેર કરીને લોકોના દિલ જીતી લીધા હતા. એ ખાસ પોસ્ટમાં કેકેની દીકરીએ એમના બાળપણની અમુક ખાસ યાદગાર પળો લોકો સાથે શેર કરી કરી હતી. કેકેની દીકરી તમારા વિશે વાત કરીએ તો એ પણ એક સિંગર અને કંપોજર છે. એમને ગઇકાલે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એમના પિતા સાથે બાળપણની અનેક તસવીરો શેર કરી અને સાથે જ એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. જેના દરેક શબ્દોમાં પિતાને અચાનક ગુમાવવાનો દર્દ છલકાઈ આવતો હતો. આ સાથે જ તમારાએ તેમની માતા અને પિતાની એક જૂની તસવીર શેર કરી અને જૂની યાદો તાજા કરી હતી.

ADVERTISEMENT
તમારા દ્વારા પોસ્ટ કરેલ પહેલી તસવીરમાં સિંગર કેકે તેની દીકરી તમારા અને દીકરા નકુલને પોતાની પીઠ ઊંચકાવી રહ્યા છે અને હળવાશની પળો વિતાવી રહ્યા છે. સાથે જ શેર કરેલ બીજી તસવીરમાં સિંગર કેકે તેની દીકરી તમારને ખોળામાં બેસાડી છે અને તમારની આંગળીઓ પિયાનો ઉપર છે. આ સાથે જ ત્રીજી તસવીર જે તમારા એ શેર કરી છે તેમાં સિંગર કેકે તેની દીકરી તમારને કશું સમજાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને આ તસવીર કોઇ પિકનિકની હોય એવું લાગી રહ્યું છે.
પોસ્ટ વાંચી તમારી આંખમાં પણ આવી જશે આંસુ
ADVERTISEMENT
તમારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસવીરો શેર કરી પિતાને યાદ કરતાં લખ્યું હતું કે, "હું તમને ખોવાનું દર્દ 100 ગણું સહન કરી શકું છું પણ જો એના બદલામાં ભલે એક સેકન્ડ માટે જ તમે ફરી એક વખત મને મારા પિતા તરીકે પાછા મળી જાઓ તો. ડેડ તમારા વિના જીવનમાં અંધારું છવાઈ ગયું છે. તમે દુનિયાના સૌથી ક્યૂટ અને પ્રેમાળ પિતા હતા જે શો પૂરો કરીને ઘરે આવ્યા પછી સૌથી પહેલા અમને ગળે મળતા. આ સિવાય ઘણી એવી વાતો અને ઘણી યાદગાર પળો શેર કરી છે જે વાંચીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે બૉલીવુડ સિંગર કેકેની મૃત્યુ 31 મેના રોજ કોલકતામાં થઈ હતી. જય તેઓ એક લાઈવ કોન્સર્ટ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી અને તેમણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.