બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Singer Aditya Narayan's video went viral, Fan pulled Fan phone and threw it away getting trolled

મનોરંજન / VIDEO: ફેન્સને માઇકથી માર્યું, ફોન ખેંચીને દૂર ફેંકી દીધો: સિંગર આદિત્ય નારાયણનો વીડિયો વાયરલ, લોકોએ કર્યો ટ્રોલ

Megha

Last Updated: 03:10 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળ્યું કે પરફોર્મન્સ દરમિયાન સિંગરે ફેનના હાથ પર પોતાનું માઈક માર્યું અને ફોન ફેંકી દીધો હતો.

  •  આદિત્ય નારાયણ તેના ગીતો કરતાં વર્તનને કારણે વધુ ચર્ચામાં રહે છે. 
  • આદિત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
  • કોન્સર્ટમાં પરફોર્મન્સ દરમિયાન, આદિત્યએ ફેનનો ફોન ફેંકી દીધો હતો. 

આદિત્ય નારાયણ બોલિવૂડના જાણીતા ગાયક છે, તેઓ એમના ગીતો કરતાં વર્તનને કારણે વધુ ચર્ચામાં રહે છે. એવામાં આદિત્ય ફરી એકવાર સમાચારમાં છે. વાસ્તવમાં આદિત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગાયકના લાઈવ કોન્સર્ટનો છે, જે છત્તીસગઢના ભિલાઈમાં થયો હતો. 

વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કોન્સર્ટમાં પરફોર્મન્સ દરમિયાન, આદિત્યએ ત્યાં હાજર એક ફેનનો ફોન છીનવી લીધો અને તેને ફેંકી દીધો હતો. જેના પછી લોકો સિંગરના વર્તનથી ખૂબ નારાજ છે અને તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાયક આદિત્ય નારાયણ સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળે છે. આ દરમિયાન ગાયક ત્યાં હાજર એક ફેનના હાથ પર પોતાનું માઈક મારે છે અને પછી તે પ્રશંસકના હાથમાંથી ફોન છીનવીને ફેંકી દે છે. આ પછી આદિત્ય ફરીથી સ્ટેજની વચ્ચે પહોંચે છે અને ગાવાનું શરૂ કરે છે. 

જો કે, આ વાયરલ વીડિયોમાં, ગાયકે તેના ફેન્સ સાથે આવું કેમ કર્યું અને તેણે તેનો ફોન કેમ છીનવીને ફેંકી દીધો તે વિશે કંઈ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. તે જ સમયે, વીડિયો વાયરલ થયા પછી, લોકો આદિત્ય પર ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે અને કોમેન્ટ કરીને લોકોએ આદિત્યના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. 

જણાવી દઈએ કે આદિત્ય નારાયણ આ પહેલા પણ પોતાના ગેરવર્તણૂકને લઈને ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ છત્તીસગઢમાં પણ તેનો વિવાદ થયો હતો. રાયપુરના એરપોર્ટ સ્ટાફ સાથે તેની લડાઈ થઈ હતી, જેના કારણે ગાયક લાંબા સમયથી સમાચારમાં હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Aaditya Narayan Aaditya Narayan viral video Aditya Narayan Bhilai concert આદિત્ય નારાયણ આદિત્ય નારાયણ વિડીયો aditya narayan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ