બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / signs and symptoms of diabetes right after waking up in the morning

તમારા કામનું / સવાર-સવારમાં ઉઠો અને આવા લક્ષણ દેખાય એટલે સમજી જજો કે ડાયાબિટીઝ જ છે, જરાય ઈગ્નોર ન કરતાં

Bijal Vyas

Last Updated: 12:42 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.

  • ડાયાબિટીસ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે
  • શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે
  • સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો

Symptoms of diabetes: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. તેના પરિણામે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે, ખાંડનું સ્તર વધવા લાગે છે, જે કિડની, ત્વચા, હૃદય, આંખો અને એકંદર આરોગ્યને અસર કરે છે.

ડાયાબિટીસ કોઈપણ ઉંમરે થઈ શકે છે પરંતુ બાળકો, કિશોરો અને યુવાન વયસ્કોને ટાઇપ 1 ડાયાબિટીસથી વધુ અસર થાય છે જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ 40 વર્ષની ઉંમર પછી પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે. આ રોગ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે.

શું તમે જાણો છો કે આપણા બધામાં બ્લડ સુગરમાં સતત વધઘટ થતી રહે છે પરંતુ આપણે તેનો ખ્યાલ રાખતા જ નથી કારણ કે શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે.

ડાયાબિટીસના દર્દીઓને અનુભવાય છે થાક ? તો આટલી વસ્તુનું રાખો ખાસ ધ્યાન |  what to do if diabetic patient feel low

હકીકતમાં આપણું લીવર આપણા શરીરને દિવસ માટે તૈયાર કરવા અને તેને વધુ સક્રિય બનાવવા માટે બ્લડ શુગર રિલીઝ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસવાળા લોકોને સવારે હાઈ બ્લડ શુગરનો અનુભવ થાય છે અને ગળા અને મોંમાં શુષ્કતા, આખી રાત વારંવાર પેશાબ થવો, મૂત્રાશય ભરાઈ જવો, નબળી દ્રષ્ટિ અને ભૂખ જેવા લક્ષણો આવી શકે છે.

ઘણા લોકોને ડાયાબિટીસની જાણ થતા પહેલાં જ થાક, ઊંઘ ન આવવી, આંખોમાં નબળાઈ, ફંગલ ઇન્ફેક્શન અને ફોડલી જેવા લક્ષણો જોઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શરીરમાં થતા તમામ ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ અને રોગ વધુ બગડે તે પહેલા તેની તપાસ અને સારવાર કરાવવી જોઈએ.

સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો
ડૉક્ટરોનું કહેવું છે કે એવું નથી કે સવારે દેખાતા આ લક્ષણો દિવસ દરમિયાન દેખાતા નથી. ખંજવાળ, થાક, નબળાઇ, વધુ પડતી ભૂખ, વધુ પડતી તરસ દિવસ અને રાત બંને સમયે થઈ શકે છે. વજન ઘટવું, ન સાજા થતા ઘા, પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, આ બધા લક્ષણો તમે દિવસભર અનુભવી શકો છો.

ઉંમર વધવાની સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓને વધવા લાગે છે આ મુશ્કેલી, જાણો  કારણ અને ઉપાય | Health News diabetes patient home remedies for buring  sensation in feet

ટાઇપ - 2 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો

  • વધુ પડતી ભૂખ લાગવી, 
  • અચાનક વજન ઘટવું, 
  • હાથ કે પગમાં ઝણઝણાટી થવી, 
  • થાક લાગવો, 
  • નબળાઈ, 
  • શુષ્ક ત્વચા, 
  • ધીમો ઘા રૂઝ થવો, 
  • વધુ પડતી તરસ, 
  • ખાસ કરીને રાત્રે અતિશય પેશાબ થવો, 
  • ચેપ, 
  • વાળ ખરવા 

ટાઇપ- 1 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો

  • ઉબકા, 
  • પેટમાં દુખાવો, 
  • ઉલટી વગેરે.
     

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ